ડો. નીરવ શાહની અમેરિકન CDCમાં નિમણૂક

વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોનાવાઈરસ રોગચાળાના ફેલાવાને રોકવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર ભારતીય-અમેરિકન ડોક્ટર નીરવ ડી. શાહની નિમણૂક ‘યૂએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન’ (યૂએસ સીડીસી) સંસ્થામાં પ્રિન્સિપાલ ડેપ્યૂટી ડાયરેક્ટર તરીકે કરવામાં આવી છે.

45 વર્ષના ડો. નીરવ શાહ હાલ ‘મેન સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન’ના ડાયરેક્ટર તરીકે સેવા બજાવે છે. હવે નવી નિમણૂક થયા બાદ તેઓ યૂએસ સીડીસી ડાયરેક્ટર રોશેલ વેલેન્સ્કીના હાથ નીચે કામ કરશે. તેઓ એમની નવી કામગીરી આવતા માર્ચ મહિનાથી સંભાળશે. મેન રાજ્યમાં જાહેર આરોગ્યની પાયાગત સુવિધાઓમાં સુધારો લાવવાના મિશન અંતર્ગત 2019માં ડો. શાહની નિમણૂક મેન સીડીસી તરીકે કરવામાં આવી હતી.