રશિયા પાસે ક્રૂડ ખરીદી ભારતે ખોટો દાખલો બેસાડ્યોઃ અમેરિકા

વોશિંગ્ટનઃ રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે અમેરિકાએ કહ્યું હતું કે ભારતે રશિયન ક્રૂડની ઓઇલની ડિસ્કાઉન્ટ કિંમતે ખરીદીને પ્રતિબંધોનું ઉલ્લંઘન નથી કર્યું, પણ વિશ્વના સૌથી મોટા લોકશાહી ધરાવતા દેશે ઇતિહાસમાં ખોટો દાખલો બેસાડ્યો છે. અમેરિકા દ્વારા રશિયાની એનર્જીની આયાતો પર પ્રતિબંધો લગાવ્યાના એક સપ્તાહ પછી ક્રૂડ ઓઇલ અને અન્ય કોમોડિટીની ચીજવસ્તુઓની ડિસ્કાઉન્ટ કિંમતે ભારતને ખરીદવા માટે ઓફરના અહેવાલો વિશે પૂછવામાં આવ્યા, ત્યારે એના જવાબમાં વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું હતું કે બાઇડન વહીવટે આપેલા સંદેશ- રશિયા પર લાદેલા પ્રતિબંધોનું દેશોએ પાલન કરવું જોઈએ.

મને નથી લાગતું કે એ પ્રતિબંધોનું ઉલ્લંઘન છે, પણ તમે કોના પક્ષમાં ઊભા છો- એ પણ વિચારવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું. હાલના સમયનો ઇતિહાસ લખાશે તમે રશિયાને (યુદ્ધખોર) ટેકો આપતા દેશ તરીકે વર્ણવવામાં આવશે, જે આક્રમણકારી દેશ છે.

રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાની ભારતે નિંદા તો નથી કરી, પણ સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાની સામે મતદાન વખતે ગેરહાજર પણ રહ્યું હતું, જે નિંદનીય છે. જોકે અમેરિકાના અધિકારીએ તાજેતરના સપ્તાહોમાં ભારત રશિયાથી અંતર જાળવ્યું છે, એની પ્રશંસા પણ કરી હતી. વળી, અમેરિકા ઇચ્છે કે ભારત રશિયાથી અળગું રહે અને હથિયારો અને શસ્ત્રસંરજામથી માંડીને મિસાઇલો અને લડાકુ વિમાનો માટેની રશિયા પરની નિર્ભરતા ઘટાડે. રશિયન સરકારે એક જાહેરાતમાં કહ્યું હતું કે ભારતને રશિયાએ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ એક અબજ અમેરિકી ડોલર સુધી કરી છે અને એની નિકાસ વધવાની શક્યતા છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]