ન્યુ યોર્ક – વર્લ્ડ બેન્કે તેના નવા ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ રેન્કિંગ્સ જાહેર કર્યા છે. ભારતે આ વખતે 23 સ્થાનોની છલાંગ લગાવી છે અને 77મા નંબરે પહોંચી ગયું છે.
ભારતનો પરફોર્મન્સ ગયા વર્ષના જેવો જ છે.
190 દેશોની યાદીમાં ભારત હવે 77મા નંબરે છે.
વિશ્વ બેન્કના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે ભારતમાં સરકારે હાથ ધરેલા અનેક પગલાંને કારણે દેશની રેન્ક, જે 2017માં 100 હતી, તે હવે 23 સ્થાન ઉંચે જઈને 77મી થઈ છે. ભારતે ગયા વર્ષે 30 રેન્કની છલાંગ લગાવીનો ટોપ-100માં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
દરમિયાન, કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું છે કે ભારત સરકારે લીધેલા આર્થિક સુધારાને કારણે જ ભારતનું રેન્કિંગ સુધર્યું છે. આપણે હજી વધારે આર્થિક સુધારા લાવવાની જરૂર છે.