2023માં વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં ભારત સામેલ

નવી દિલ્હીઃ વર્ષ 2023માં દેશમાં 2022ની તુલનાએ વાયુ પ્રદૂષણમાં વધારો થયો હતો. દેશમાં PM 2.5નું સ્તર નક્કી કરેલા માપદંડોથી આશરે 11 ગણો ઉપર માલૂમ પડ્યો હતો. PM 2.5 હવામાં હાજર નાના-નાના કણ હોય છે, જે ફેફસાંને નુકસાન પહોંચાડે છે, એમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો ડેટા કહે છે.

સંસ્થાના માપદંડો મુજબ PM 2.5ની સરેરાશ કોન્સન્ટ્રેશન પાંચ માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટરથી વધુ ના હોવી જોઈએ. નવી દિલ્હી વિશ્વની બધી રાજધાનીઓમાંથી સૌથી ખરાબ વાયુ ગુણવત્તાવાળી રાજધાની માલૂમ પડી હતી. શહેરમાં PM 2.5ની સરેરાશ કન્સ્ટ્રક્શન 92.7 માઇક્રોગ્રામ માલૂમ પડ્યું હતું. 2023માં બંગલાદેશ અને ભારતે આ યાદીમાં ઇરાન અને આફ્રિકી દેશ ચૈડની જગ્યા લીધી હતી. વર્ષ 2023માં બંગલાદેશનો PM 2.5ની સરેરાશ કન્સ્ટ્રક્શન 79.9 પર અને પાકિસ્તાનમાં એ 73.7 પર પહોંચ્યો હતો.

સ્વિટઝર્લેન્ડના એર મોનિટરિંગ સંગઠન IQAIRમાં વાયુ ગુણવત્તા વિજ્ઞાન મેનેજર ક્રિસ્ટી ચેસ્ટર શ્રોડરે જણાવ્યું હતું કે જળવાયુની સ્થિતિ અને ભૂગોળ (દક્ષિણ એશિયામાં)ને કારણે તમારે આ પ્રકારે PM 2.5ના કન્સ્ટ્રક્શનના બહુ વધેલા સ્તર મળ્યા છે, કેમ કે પ્રદૂષણ ક્યાંય જઈ નથી શકતું.

વાયુ પ્રદૂષણ માટે કૃષિ કામગીરી, ઉદ્યોગો અને વસતિની ગીચતા જેવાં કારણો પણ છે. એવું લાગી રહ્યું છે કે સ્થિતિ પહેલાં કરતાં વધુ વણસશે, એમ તેમણે કહ્યું હતું.

IQAIR રિર્પોર્ટ 134 દેશો અને પ્રાંતોમાં હાજર છે 30,000થી પણ વધુ મોનિટરિંગ સ્ટેશનોથી હાંસલ કરેલા ડેટા પર આધારિત છે.