ચીનમાં કોરોનાના બદથી બદતર હાલતઃ લોકોને પગારનાં ફાંફાં

નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાઇરસના વધતા કેસોને કારણે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. અહીં લોકો પાસે નાણાંની તંગી સર્જાવા માંડી છે. લોકોને પગાર ન મળવાને કારણે લોકો ઘણા હેરાન-પરેશાન છે. લોકો સોશિયલ મિડિયા પર મેડિકલ સ્ટોર પર દવા માટે ભીખ માગતા જોવા મળ્યા હતા. લોકો પોતાના પગારને લઈને હેરાન-પરેશાન થઈ રહ્યા છે. તેઓ સારવાર માટે હોસ્પિટલોની બહાર લોકો લાઇન લગાવીને ઊભા રહેલા જોવા મળ્યા હતા. ત્યાં સુધી કે સ્મશાન ઘાટમાં લોકો પરિવાર માટે અંતિમ સંસ્કારની રાહ જોતા જોવા મળ્યા હતા.

ટ્વિટર પર એક વિડિયો શેર કર્યો છે. આ વિડિયોમાં સાદા કપડાંમાં એક ગાર્ડ દેખાવ કરતા જોવા મળ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગાર્ડને વેતન ના મળવાને કારણે તેઓ દેખાવો કરતા જોવા મળ્યા.

ચીનના અનેક શહેરોમાં લોકોને સેલરી ના મળવાથી નારાજ છે. લોકો સેલરીના બેનરને લઈને દેખાવો કરતા નજરે ચઢ્યા હતા. આ દેખાવોથી સવાલ એ ઊભા થાય છે કે શું ચીન દેવાં સંકટને ખાળી શકશે.

ચીનમાં બિનનાણાકીય ક્ષેત્ર પર દેવાંની માત્રા 51.87 લાખ કરોડ ડોલર થઈ ચૂક્યાં છે. એ ચીનના GDPથી 295 ટકાની વધુએ પહોંચ્યાં છે. વર્ષ 1995 પછી ચીન ક્યારેય આટલું દેવાંદાર નથી થયું. ચીનમાં કોરોના વેરિયન્ટ BF.7 પ્રસરવાને કારણે અનેક ગણા લોકો વધુ સંક્રમિત થઈ રહ્યા છે. એ વેરિયન્ટ 16 ગણા ઝડપથી ફેલાય છે, જેથી સંક્રમણની ઝડપ તેજ જોવા મળી રહી છે.