કોરોના સાથે જીવવાની અપીલ: પાકિસ્તાન સરકારે લોકડાઉન સમાપ્ત કર્યું

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને જાહેરાત કરી કે તેમની સરકાર કોરોના વાઈરસને કારણે ચાલી રહેલા લોકડાઉનને હવે પૂર્ણ કરી રહી છે. દેશમાં મહામારીથી સંક્રમિત થનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત મૃતકોનો આંક પણ ઝડપે વધી રહ્યો છે. ઈમરાન ખાને દેશની અર્થવ્યવસ્થાનો હવાલો આપતા લોકોને હવે વાઈરસ સાથે જીવન જીવવાની અપીલ કરી છે.

સતત નબળી પડતી જતી અર્થવ્યવસ્થાને પગલે પાકિસ્તાન સરકારે લોકડાઉન લગભગ સંપૂર્ણ રીતે ખત્મ કરી દીધું છે. જોકે, સિનેમા હોલ અને સ્કુલો હજુ પણ બંધ રહેશે. ઈમરાન ખાને કહ્યું કે, નિકાસમાં ઝડપી ઘટાડાને પગલે પાકિસ્તાનને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. સાથે જ મહેસૂલ સંગ્રહમાં 30 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

દેશના લોકોને સંબોંધિત કરતા ઈમરાન ખાને કહ્યું કે, તેમનો દેશ હવે વધારે નુકસાન ભોગવી શકે તેવી સ્થિતિમાં નથી. અન્ય દેશોની જેમ અંહી પણ હવે લોકડાઉન ચાલુ રાખી નહીં શકાય. તેમણે કહ્યું કે, દેશની 50 મિલિયન વસ્તી ગરીબી રેખાથી નીચે જીવી રહી છે અને 25 મિલિયન લોકો રોજમદારી પર જીવે છે.

ઈમરાને કહ્યું કે, સરકાર કયા સુધી ગરીબોને પૈસા વહેંચતી રહેશે. તેમણે લોકોને અપીલ કરી કે તે જવાબદારી સમજે સંક્રમણ અને તેનાથી થતાં મૃત્યુને નહીં રોકી શકાય. ઈમરાને કહ્યું કે અફસોસ સાથે કહેવું પડે છે કે, દેશમાં હજુ પણ મોતનો આંકડો વધશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]