આર્મેનિયાના PMને કોરોના થયો; સાજા થઈ જાય એવી મોદીએ પ્રાર્થના કરી

નવી દિલ્હીઃ આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પાશિનયાન અને તેમના પરિવારજનોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. પાશિનયાને એક ફેસબુક પોસ્ટમાં આ જાણકારી આપી છે. આને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્મેનિયાના વડાપ્રધાનને ટેગ કરતું એક ટ્વીટ કર્યું અને તેઓ તથા એમના પરિવારજનો જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે, કોરોના મહામારીના આ મુશ્કેલીના સમયમાં આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પાશિનયાન અને તેમનો પરિવાર જલ્દી સાજા થાય તેવી કામના કરું છું. કોવિડ-19 વિરુદ્ધ લડાઈમાં ભારત આર્મેનિયા સાથે છે.

આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પાશિનયાને એક ફેસબુક પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે, મારામાં કોરોનાના લક્ષણો નહોતા પરંતુ તેમને સૈન્ય સંસ્થાનોનો પ્રવાસ કરતા પહેલા કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે ટેસ્ટ રિપોર્ટ આવ્યો તો, તેઓ પોઝિટિવ જણાયા હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે ઘરેથી કામ કરવાનું શરુ કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]