લાહોરઃ પાકિસ્તાનના પંજાબ ક્ષેત્રના મોટા ભાગના પેટ્રોલ પમ્પોમાં ખતમ થઈ ગયું છે, જેનાથી લોકોની દિનચર્ચા અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. ડોનના રિપોર્ટ મુજબ અંતરિયાળ વિસ્તારોમાં એક મહિનાથી વધુના સમયથી પમ્પોને પુરવઠો પૂરો પાડવામાં નતી આવ્યો. સ્થિતિ બદથી બદતર થઈ છે. એમાં વળી, IMFએ પાકિસ્તાનને પડતા પર પાટુ માર્યું છે. પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ (IMF)ની વચ્ચે બેઇલઆઉટ પેકેજ માટેની વાટાઘાટ કોઈ પણ સમજૂતી વગર ખતમ થઈ ગઈ છે.
પાકિસ્તાનની સાથે 6.5 અબજ ડોલરવાળા પેકેજ માટે IMFની સાથે વાટાઘાટ કરી રહ્યું હતું અને વગર કોઈ પરિણામે એ ખતમ થઈ હતી. એ પાકિસ્તાનની જનતા માટે મોટા આંચકા સમાન છે. IMFની સાથે વાટાઘાટ એવા સમયે નિષ્ફળ નીવડી હતી, જ્યારે દેશનું વિદેશી ભંડોળ ત્રણ અબજ ડોલરથી નીચે ચાલી ગયું છે.
ટસથી મસના થઈ IMFની ટીમ
પાકિસ્તાનના સત્તાવાળાઓને અપેક્ષા હતી કે એ IMFને પોતાના સારા ઉદ્દેશો વિશે વિશ્વસમાં લઈ શકશે, પણ IMFને એ વાત પર વિશ્વાસ નહોતો કે એની આકરી શરતોને પાકિસ્તાન લાગુ કરશે. આ મિટિંગમાં સત્તાવાળાઓ એ વાત પર વિશ્વાસ અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા. IMFની ટીમ 10 દિવસોની મુલાકાત માટે પાકિસ્તાન આવી હતી, પણ એ મુલાકાત કોઈ સમજૂતી વગર ખતમ થઈ ગઈ હતી. IMFની ટીમને નાથમ પોર્ટર લીડ કરી રહ્યા હતા.
શહબાઝ સરકારમાં નાણાપ્રધાન ઇશાક ડાર, પોર્ટર અને તેમની ટીમને જરૂરી વિશ્વાસ અપાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. ડાર IMFની ટીમની સાથે છેલ્લા કેટલાક દિવસોથી સતત મીટિંગ કરી રહ્યા હતા. નાણાં સચિવ હામિદ યાકુબ શએખે કહ્યું હતું કે જરૂરી પગલાં લેવા માટે સંમતિ સધાઈ હતી, પણ ત્યાર બાદ સ્ટાફ સ્તરે એગ્રીમેન્ટનું એલાન થઈ ના શક્યું. વિશ્વસનીયતાના સંકટને લીધે પાકિસ્તાનને લોન આપવાની IMF બચી રહ્યું છે.