વોશિંગ્ટનઃ જળવાયુ પરિવર્તના કારણે હિમાલયમાં ગ્લેશિયર્સ ઝડપથી પીગળી રહ્યાં છે.જેની અસરથી ભારત, પાકિસ્તાન અને નેપાળના અલગઅલગ વિસ્તારમાં જળસંકટ ઉદભવી શકે છે. એક નવા અધ્યયનમાં આ મામલે ચેતવણી આપવામાં આવી છે. અમેરિકામાં ઓહાયો સ્ટેટ યૂનિવર્સિટીના અધ્યયનકર્તાઓ અનુસાર જળવાયુ પરિવર્તનથી એન્ડીજ માઉન્ટેન અને તિબ્બતી પઠાર પર ખરાબ પ્રભાવ પડી શકે છે.
ઓહાયો સ્ટેટ યૂનિવર્સિટીમાં પર્યાવરણ વિજ્ઞાની લોની થોમ્પસને જણાવ્યું કે વર્ષ 2100 સુધી અડધુ હિમનદ ગાયબ થઈ જશે. સૌથી ખરાબ સ્થિતિ રહી તો લગભગ બે તૃતિયાંશ ભાગ ખતમ થઈ જશે. સંશોધનકર્તાઓ અનુસાર જળની આપૂર્તિ ઘટી રહી છે જ્યારે વસતી વધવાના કારણે જળની માગ વધી રહી છે. સૌથી મહત્વપૂર્ણ છે કે પેરુમાં હિમનદ લોકો, પાક, અને પશુઓ માટે જળ આપૂર્તિ કરી રહ્યો છે.
વર્ષ 2016 માં ચીન અને ભારતમાં સંશોધનકર્તાઓએ તિબ્બતી પઠાર પર આ પ્રકારની શોધ શરુ કરી હતી. અહીંયા હજારો હિમનદ છે જેનાથી અફઘાનિસ્તાન, ભૂટાન, ચીન, ભારત, નેપાળ, પાકિસ્તાન અને કઝાકિસ્તાનને જળ મળી રહે છે. આંતરરાષ્ટ્રીય શોધ દળે પઠારને ત્રીજો ધ્રુવ કહ્યો છે કારણ કે ઉત્તરી અને દક્ષિણી ધ્રુવ બહાર તાજા પાણીનો અહીંયા સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટો સ્ત્રોત છે. સંશોધનકર્તાઓએ તિબ્બતી પઠાર અને એન્ડિઝ માઉન્ટેનથી બરફના નમૂના લઈને તાપમાન, વાયુ ગુણવત્તા અને અન્ય ઘટનાઓનું વિશ્લેષણ કર્યું ત્યારે આ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.