તો શું 2019માં ત્રીજા વિશ્વયુદ્ધની નોસ્ત્રાદેમસની ભવિષ્યવાણી સાચી સાબિત થશે?

પેરિસ- ફ્રાંસના પ્રખ્યાત ભવિષ્યવેતા નોસ્ત્રાદેમસની ભવિષ્યવાણી માનીએ તો 2019નું વર્ષ તમારા માટે ચિંતાજનક સમાચાર લઈને આવશે. નોસ્ત્રાદેમસની ભવિષ્યવાણી અનુસાર 2019નું વર્ષ વિશ્વયુદ્ધના વર્ષ તરીકે જોવા મળશે. 2019માં ત્રીજુ વિશ્વયુદ્ધ થશે, જે 3 દાયકાઓ સુધી ચાલશે. અગાઉ નોસ્ત્રાદેમસ જર્મનીના હિટલર અને અમેરિકાના 9/11 હુમલાને લઈને ભવિષ્યવાણી કરી હતી, જે સાચી સાબિત થઈ છે. પરંતુ, 1999માં ધરતી નષ્ટ થવાની તેમની આગાહી ખોટી સાબિત થઈ છે.

14 ડિસેમ્બર 1503ના રોજ ફ્રાંસમાં જન્મેલા નોસ્ત્રાદેમસ છંદો અને કવિતાઓના માધ્યમથી ભવિષ્યવાણી કરી છે. તેમણે વર્ષ 2019માં ત્રીજા વિશ્વયુદ્ધને લઈને ભવિષ્યવાણી કરી હતી, અને સાથે એવું પણ કહ્યું હતું કે, આ યુદ્ધ સરળતાથી પૂર્ણ નહીં થાય. તેમના પુસ્તકમાં યુરોપમાં થનારો ભૂખમરો તેમજ અમેરિકા અને કેનેડામાં મોટું તોફાન આવશે તેવી શંકા વ્યક્ત કરી છે.

નોસ્ત્રાદેમસના પુસ્તકમાં જેટલી પણ ભવિષ્યવાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં કેટલીક શુભ ભવિષ્યવાણીઓ પણ છે. જેમાં જળવાયુ પરિવર્તન, મેડિકલ સાયન્સના ક્ષેત્રે પ્રગતિ અને મનુષ્ય 200 વર્ષ સુધી જીવી શકશે તેનો પણ ઉલ્લેખ જોવા મળે છે. તેમણે જર્મનીના શાસક હિટલરને લઈને એવી ભવિષ્યવાણી કરી હતી કે, તેનો નદી કિનારે ગરીબ પરિવારમાં જન્મ થશે અને તેમની આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]