મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદની થશે ધરપકડઃ પાક. પોલીસ

નવી દિલ્હીઃ મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત ઉદ દાવાના પ્રમુખ આતંકી હાફિઝ સઈદ જલ્દી જ પાકિસ્તાનમાં જેલના હવાલે થશે. પાકિસ્તાની પોલીસે જણાવ્યું કે આતંકી હાફિઝ સાઈદ અને તેના 12 સહયોગીઓની જલ્દી જ ધરપકડ કરી લેવામાં આવશે. આપને જણાવી દઈએ કે પાકિસ્તાનની એજન્સીઓએ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ તેમજ જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઈદ અને તેના 12 જેટલા નજીકના વ્યક્તિઓ વિરુદ્ધ ચેરિટી દ્વારા ધન એકત્ર કરીને ધનશોધન અને આતંકવાદીઓને નાણાકીય સહાય પુરી પાડવાના વિવિધ અપરાધોમાં ગુનો નોંધ્યો છે.

પાકિસ્તાને આ નિર્ણય આતંકવાદી સમૂહો અને આતંકવાદને થતી નાણાકીય સહાય પર રોક લગાવવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે કર્યો છે. પાકિસ્તાનની પંજાબ પોલીસના સીટીડીએ જણાવ્યું કે તેણે આતંકવાદને નાણાકીય સહાય પુરી પાડવાના સીલસીલામાં જમાત-ઉદ-દાવાના 13 નેતાઓ વિરુદ્ધ 23 ફરિયાદ નોઁધી છે.

સીટીડીએ એક નિવેદનમાં કહ્યું કે આતંકવાદને નાણાકીય સહાય પૂરી પાડવા વિરુદ્ધ જાહેર સીટીડી પંજાબની કાર્યવાહીમાં જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદ અને અન્ય નેતાઓ વિરુદ્ધ મામલા નોંધવામાં આવ્યા છે. સીટીડીએ કહ્યું કે જમાત ઉદ દાવા, લશ્કર એ તૈયબા અને એફઆઈએફના મામલાઓની તપાસ ચાલુ છે. આ તપાસ આતંકવાદના નાણાકીય પોષણ માટે ધન એકત્ર કરવાના ઉદ્દેશ્યથી ટ્રસ્ટોનો ઉપયોગ કરવા મામલે છે.

આંતરરાષ્ટ્રીય દબાણમાં આવીને પાકિસ્તાની સરકાર વૈશ્વિક આતંકી હાફિઝ સઈદ વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલાંં 23 મામલા નોંધ્યા છે. આ મામલા આતંકવાદ વિરોધી અધિનિયમ અંતર્ગત નોંધાયાં છે. પાકિસ્તાનના આતંકવાદ વિરોધી વિભાગે કહ્યું કે જલદી જ હાફિઝના સંગઠન લશ્કર-એ-તૈયબાની તમામ સંપત્તિઓ

જપ્ત કરી લેવામાં આવશે. સાથે જ આ સંગઠન સાથે જોડાયેલા હાફિઝ સહિત તમામ આતંકવાદીઓની પર્સનલ પ્રોપર્ટીઝ પણ સરકાર પોતાને હસ્તક કરી લેશે. હાફિઝ સઈદ પર મુખ્યરુપે આતંકી ફંડિંગ અને પ્રશિક્ષણ આપવાનો આરોપ છે

આ પહેલાં પાકિસ્તાન સરકાર હાફિઝ સઈદ દ્વારા ચલાવવામાં આવી રહેલી શાળાઓ બંધ કરાવવાની કાર્યવાહી કરી ચૂકી છે.