જિનિવાઃ સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીએ મંગળવારે ભારે બહુમતથી એક પ્રસ્તાવ પસાર કર્યો હતો, જેમાં ગાઝામાં યુદ્ધવિરામની માગ કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રના બધા 193 સભ્ય રાષ્ટ્રોમાંથી આ પ્રસ્તાવની તરફેણમાં 153 મત આપ્યા હતા, એમાં ભારત પણ સામેલ રહ્યું હતું. જ્યારે અમેરિકા અને ઇઝરાયેલ સહિત 10 દેશોએ વિરોધમાં મતદાન કર્યું હતું, જ્યારે 23 દેશોએ મતદાન નહોતું કર્યું.
જોકે હમાસ આતંકવાદી ગ્રુપે ગાઝામાં ભીષણ યુદ્ધમાં તત્કાળ યુદ્ધવિરામના UNના આહવાનનું સ્વાગત કર્યું હતું. એસેમ્બલીમાં મતદાન વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે જવાબદાર સુરક્ષા પરિષદમાં યુદ્ધવિરામ માટે આહવાનમાં નિષ્ફળ રહ્યા બાદ મતદાન થયું છે. ઇઝરાયેલના સૌથી શક્તિશાળી સહયોગી અને સુરક્ષા પરિષદના માત્ર પાંચ સ્થાયી સભ્યોમાંના એક અમેરિકાએ યુદ્ધવિરામ માટે વીટોનો ઉપયોગ કર્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રમાં ઇજિપ્તના એમ્બેસેડર ઓસામા મહેમૂદ અબ્લેલખલેક મહમૂદે મતદાનથી પહેલાં ઇઝરાયેલને કવર કરવા માટે વોશિંગ્ટનના પ્રયાસોને લઈને કહ્યું હતું કે બંને વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી UN પરિષદે બોલવામાં એક મહિનાથી વધુનો સમય લાગ્યો છે અને એણે નબળાઓની સાથે આવું કર્યું છે. ચાર અસ્વીકાર પછી માનવીય વિરામ માટે આહવાન કરવામાં આવ્યું છે. આ દુખદ પ્રયાસના બેવડા માપંદડો છે.
બીજી બાજુ, પેલેસ્ટાઇન લોકોની વિરુદ્ધ નરસંહાર અને યુદ્ધની પણ હમાસે નિંદા કરી છે. ઇઝરાયેલના બોમ્બમારાના હુમલામાં 18,400થી વધુ પેલેસ્ટાઇન લોકોનાં મોત અત્યાર સુધી થયાં છે.