વોશિંગ્ટનઃ ચાર પ્રમુખ ભારતીય-અમેરિકી સાંસદો- પ્રમિલા જયપાલ, અમી બેરા, રાજા કૃષ્ણમૂર્તિ અને રો ખન્નાને ત્રણ પ્રમુખ હાઉસ પેનલના સભ્ય નિયુક્ત કરવામાં આવ્યા છે, જે અમેરિકી રાજકારણમાં સમુદાયના વધતા પ્રભાવને દર્શાવે છે. પ્રમિલા જયપાલને ઇમિગ્રેશન પર શક્તિશાળી હાઉસ જ્યુડિશિયરી કમિટીની પેનલના રેન્કિંગના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેથી તેઓ આ પદે રહેવાવાળા પહેલા બિનપ્રવાસી બની ગયા છે.
કોંગ્રેસી કૃષ્ણામૂર્તિ અમેરિકા અને ચી કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP)ની વચ્ચે વ્યૂહાત્મ સ્પર્ધા પર સંસદની પસંદગી સમિતિમાં રેન્કિંગ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે તેમની નિયુક્તિ બદલ નેતા જેફ્રીઝનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે ચીન અમેરિકા અને વિશ્વના લોકશાહી અને સમૃદ્ધિ માટે ગંભીર આર્થિક અને સુરક્ષા માટે જોખમ ઊભું કરે છે, જે તાઇવાનના લોકતંત્રની સામે જોખમ, ટિકટોકનો હથિયાર તરીકે ઉપયોગ અને અમેરિકી બુદ્ધિજીવીઓના અબજો ડોલરના મૂલ્યની ચોરીથી સ્પષ્ટ થાય છે.
ભારતીય મૂળના અમેરિકી સાસંદ ડો. રો ખન્નાને પણ કૃષ્ણામૂર્તિની સાથે આ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. આ સમિતિની રચના રિપબ્લિકન હાઉસના અધ્યક્ષ કેવમ મેકાર્થી દ્વારા 118 કોંગ્રેસમાં અમેરિકની આર્થિક ટેક્નોલોજી અને સુરક્ષા સ્પર્ધાને સંબોધિત કરવા માટે તપાસ અને નીતિ વિકસિત કરવાના ઉદ્ધેશથી કરવામાં આવી હતી.
પ્રમિલા જયપાલે કહ્યું હતું કે હું દેશમાં 16 વર્ષની ઉંમરે એકલી અને ખાલી હાથે આવી હતી. અમેરિકી નાગરિક બનવા માટે તમામ પ્રયાસો અને 17 વર્ષો પછી હું નસીબદાર છું કે મને અમેરિકી સપનાના જીવનની તક મળી, એક સપનું જે આજે અનેક બિનભારતીયોની પહોંચથી બહાર છે. હવે હું આ સ્થિતિમાં ઇમિગ્રેશનની પ્રણાલીને ફરીથી કેન્દ્રિત કરી શકું. હું આ પદ પદ નિયુક્ત થવા બદલ લોફગ્રેનને ઉપસમિતિમાં તેમના વર્ષના સમર્પિત નેતૃત્વ માટે આભાર માનવા ઇચ્છું છું, એમ તેમણે કહ્યું હતું