મુંબઈઃ મુંબઈ અન્ડરવર્લ્ડમાં ફહિમ મચમચના નામે કુખ્યાત, જબરજસ્તી વસૂલી કરવાવાળો ફહિમ અહમદ શરીફનું પાકિસ્તાનમાં કોરોના સંક્રમણને લીધે મોત થયું હતું. ફહિમનો પરિવાર મુંબઈમાં રહેતો હતો. તેના અંતિમ સંસ્કાર એક સ્થાનિક કબ્રસ્તાનમાં કરવામાં આવ્યા હતા. ફહિમ મચમચ મુંબઈના ભીંડી બજારમાં રહેતો હતો અને ડી-કંપની માટે કામ કરતો હતો, જે એક ગુનાઇત સિન્ડિકેટ છે, જેનું સંચાલન ડોન દાઉદ ઇબ્રાહિમ કાસકર કરે છે, જે હાલ કરાચીસ્થિત છે.
તે રફિકભાઈના નામનો ઉપયોગ કરીને બોલીવૂડની વિવિધ હસ્તીઓ પાસેથી હપતા વસૂલતો હતો. તેણે સ્કૂલ અધવચ્ચે છોડી હતી અને તે પછી તે છોટા શકીલનો વિશ્વાસુ બની ગયો હતો. તેને દાઉદનો જમણો હાથ માનવામાં આવતો હતો. ફહિમને મુંબઈ પોલીસે 1995માં જબરજસ્તી વસૂલી, જાનથી મારવાની ધમકી વગેરે વિવિધ ગંભીર આરોપો માટે ધરપકડ કર્યો હતો, જોકે તે કોર્ટ પાસેથી જામીન હાંસલ કરવામાં સફળ રહ્યો હતો, એમ સંયુક્ત આરબ અમિરાતમાં રહેતા ભૂતપૂર્વ સહયોગીએ કહ્યું હતું.
તે વર્ષે દુબઈ ભાગવાના પ્રયાસ કરતાં ફરીથી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પકડાઈ ગયો હતો, પણ પોલીસના વાંધા છતાં ફહિમને ફરીથી જામીન મળી ગયા હતા. તેણે બીજા જામીન મળ્યાનો લાભ લઈને ફહિમ દુબઈ ભાગી ગયો, ત્યારથી તે આતંક સહિતના ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ થયો હતો અને બે દાયકા કરતાં વધુ સમયથી મુંબઈ પોલીસની પકડમાંથી બહાર રહેવામાં સફળ રહ્યો હતો.