તાલિબાનનો આદેશઃ અઠવાડિયામાં માત્ર 2000-અફઘાની ઉપાડી શકાશે

કાબુલઃ અફઘાનિસ્તાનમાં બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડવા પર તાલિબાન શાસકોએ મર્યાદા બાંધી દીધી છે. અફઘાનિસ્તાનની કેન્દ્રીય બેન્ક – દા અફઘાનિસ્તાન બેન્ક દ્વારા દેશની તમામ ખાનગી તથા આંતરરાષ્ટ્રીય બેન્કોને આદેશ આપવામાં આવ્યો છે કે તેમણે એમના ગ્રાહકોને વ્યક્તિગત રીતે એક અઠવાડિયામાં માત્ર 2000 અફઘાની (AFS – અફઘાનિસ્તાનનું ચલણ) જ ઉપાડવા દેવા. 2000 અફઘાની સામે 200 યૂએસ ડોલર થાય. એક યૂએસ ડોલર બરાબર 87 અફઘાની છે.

અફઘાનિસ્તાનમાં નાણાકીય મુશ્કેલીઓ ઊભા થતાં આ આદેશ આપવામાં આવ્યો છે અને તે કામચલાઉ હશે એમ પણ કહેવાયું છે. બેન્કો બંધ થવાથી સેંકડો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને વિરોધ-દેખાવો કરતાં તાલિબાન શાસકોએ બેન્કોમાંથી પૈસા ઉપાડવા પર નિયંત્રણ મૂકી દીધું છે. તમામ કંપનીઓના માલિકોને તથા વ્યક્તિગત બેન્ક ખાતેદારોને એમના પૈસા ઈલેક્ટ્રોનિક માધ્યમથી ટ્રાન્સફર કરવાની પરવાનગી અપાઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]