નોબેલ શાંતિ પારિતોષિક માટે ડોનાલ્ડ ટ્રમ્પના નામની ભલામણ કરાઈ

વોશિંગ્ટનઃ ઈઝરાયલ અને સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ) વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર કરાવવા બદલ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વર્ષ 2021ની સાલના નોબેલ શાંતિ પારિતોષિક માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

બંને દેશ વચ્ચેનો પ્રશ્ન 26 વર્ષથી સળગતો રહ્યો હતો. ઈઝરાયલ અને કોઈ આરબ દેશ વચ્ચે થયેલો આ પ્રકારનો પહેલો જ કરાર છે.

એક અખબારી અહેવાલ અનુસાર, આ નોમિનેશન નોર્વેના સંસદસભ્ય ક્રિસ્ચન ટાઈબ્રિંગ-જેડએ નોંધાવ્યું છે.

ટાઈબ્રિંગ-જેડનું કહેવું છે કે બે દેશ વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે નોબેલ શાંતિ પારિતોષિક માટેના બીજા ઉમેદવારો કરતાં ટ્રમ્પે વધારે પ્રયાસો કર્યા છે.

ટાઈબ્રિંગ-જેડે 2018માં પણ સિંગાપોર શિખર સંમેલન માટે ટ્રમ્પનું નામ નોબેલ શાંતિ ઈનામ માટે સૂચવ્યું હતું. સિંગાપોર શિખર સંમેલન ટ્રમ્પે ઉત્તર કોરિયાના સર્વેસર્વા નેતા કિમ જોન્ગ-ઉન સાથે યોજ્યું હતું. તે પછી અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેના સંબંધોમાંની કડવાશ દૂર થઈ હતી.

ટ્રમ્પે કરાવેલા શાંતિ કરાર અનુસાર, ઈઝરાયલ અને યૂએઈ પરસ્પર દૂતાવાસ શરૂ કરવા અને રાજદૂતોની નિમણૂક કરવા, શિક્ષણ, આરોગ્ય, વ્યાપાર, સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહકાર શરૂ કરવા સહમત થયા છે. આ કરાર 2020ની 13 ઓગસ્ટે અમેરિકા, ઈઝરાયલ અને યૂએઈ વચ્ચે કરવામાં આવ્યો હતો.

નોબેલ શાંતિ પારિતોષિક દર વર્ષની 10 ડિસેમ્બરે એનાયત કરવામાં આવે છે. 2020ની સાલના એવોર્ડ માટે 318 ઉમેદવારોના નામ નોંધાયા હતા.