નવી દિલ્હીઃ અમેરિકા અને દક્ષિણ કોરિયા સહિત અનેક દેશોમાં કોરોનાના કેસોમાં વધારાની વચ્ચે વિશ્લેષકોએ કહ્યું હતું કે ભારતે એક વધુ લહેર માટે તૈયાર રહેવું જોઈએ. અમેરિકાના 25 રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. દક્ષિણ કોરિયામાં કોવિડના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે.
coronavirus.ભારતમાં KP.2 વેરિયેન્ટ પહેલી વાર ડિસેમ્બર 2023માં ઓડિશામાં મળી આવ્યો હતો. દરમિયાન, ભારતનાં ઘણાં રાજ્યોમાં કોવિડના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોનાના 279 સક્રિય કેસ છે. અગાઉ કોરોનાની બે લહેરમાં લાખો લોકોનાં મોત થયાં હતાં.
બીજી બાજુ, કોંગોમાં આ વાયરસ ફાટી નીકળ્યા બાદ WHOએ આ મહિને ફરી MPAXની સ્થિતિને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી તરીકે જાહેર કરી છે. અગાઉ જુલાઈ 2022માં MPAX ને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી. એમપોક્સ એક ચેપી વાયરલ રોગ છે. તેના લક્ષણોમાં ફોલ્લીઓ, ફોલ્લા, તાવ, શરીરમાં દુખાવોનો સમાવેશ થાય છે. આ સિવાય દેશમાં સ્વાઇન ફ્લૂ વાયરલ ચેપના રોગોમાં પણ વધારો થઈ રહ્યો છે.