અમેરિકાઃ જાહેરમાં છીંક કે ઉધરસ ખાધી તો તમે આતંકવાદી!

વોશિગ્ટન:  કોરોના દરરોજ કંઈક નવા પ્રતિબંઘો સાથે આવે છે. હવે આ મહામારી વચ્ચે કેટલીક જગ્યાએ લોકોને ખાંસી (ઉધરસ) ખાવા અને છીંક ખાવા પર પણ પ્રતિબંધ મૂકાઈ ગયો છે. પોલિસ અધિકારીઓ આ કાયદાનો કડક અમલ પણ કરાવી રહ્યા છે. એવો જ એક કિસ્સો અમેરિકામાં સામે આવ્યો છે. અહીં જાહેરમાં ખાંસી તેમજ છીંક ખાનાર પર આંતકવાદ ફેલાવવાના આરોપ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વાત જાણે એમ છે કે, અમેરિકાના વર્જિનિયા શહેરમાં એક વ્યક્તિએ દુકાનમાંથી સામાન ખરીદ્યા બાદ ઝઘડો કરવા લાગ્યો જેથી પોલીસને બોલાવવાની ફરજ પડી. જ્યારે તેની પુછપરછ કરી તો તે વ્યક્તિ કહ્યું કે શું તમે કોરોનાથી નથી ડરતા? હું તમારી ઉપર ઉધરસ કે છીંક ખાવા જઈ રહ્યો છું. ત્યાર પછી આ વ્યક્તિ વિરુદ્ધ આતંકવાદ ફેલાવવાના આરોપ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો.

અમેરિકાના કેલિફોર્નિયામાં એક સુપર માર્કેટમાં 1,800 ડોલર કિંમતનું કરિયાણું અને અન્ય સામાન મોઢા વડે ચાટીને રાખવાના આરોપમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. કોરોના સંક્રમણના ડરથી તમામ સામાનનો નાશ કરી દેવાયો છે. મહત્વનું છે કે, અમેરિકામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અમેરિકામાં અત્યાર સુધી કોરોના વાઈરસને કારણે 16697 લોકોના મોત થયા છે. વિશ્વમાં સૌથી વધુ કોરોના દર્દીઓ અમેરિકામાં છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]