અમેરિકાના સુપરમાર્કેટમાં ગોળીબારઃ 10નાં મરણ, શકમંદ કસ્ટડીમાં

ડેન્વરઃ અમેરિકાના પશ્ચિમ ભાગમાં આવેલા કોલોરાડો રાજ્યના બોલ્ડર શહેરના કિંગ સૂપર્સ નામના ગ્રોસરી સુપરમાર્કેટ સ્ટોરમાં એક શખ્સે સ્થાનિક સમય મુજબ સોમવારે બપોરે લગભગ 2.30 વાગ્યાના સુમારે અંધાધૂંધ ગોળીબાર કરતાં એક પોલીસ અધિકારી સહિત ઓછામાં ઓછા 10 જણના મરણ થયા છે. પોલીસે શકમંદની ધરપકડ કરી છે.

બનાવમાં શકમંદ હુમલાખોર ઘાયલ થયો હતો અને પોલીસે એને અટકમાં લીધો છે. તેણે એક લાંબી રાઈફલ વડે સુપરસ્ટોરના પાર્કિંગ લોટમાં ગોળીબાર કર્યો હતો. સ્થાનિક પોલીસને 911 નંબર પર ફોન મળતાં તરત જ તેઓ ત્યાં પહોંચી ગયા હતા. રાજ્યના પાટનગર ડેન્વરથી બોલ્ડર શહેર લગભગ 50 કિ.મી. દૂર આવેલું છે. પ્રમુખ જૉ બાઈડનને હુમલા અંગે વાકેફ કરવામાં આવ્યા હતા.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]