બિજીંગ- ચીને પ્રથમ વખત પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરને નકશામાં ભારતના ભાગ તરીકે દર્શાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારત લાંબા સમયથી ચીન સમક્ષ આ વાતની માગ કરતું આવ્યું છે.ચીનની સરકારી ટેલીવિઝન ચેનલે ગત શુક્રવારે પાકિસ્તાનમાં ચીનના દુતાવાસ પર થયેલા આતંકવાદી હુમલા અંગેનો અહેવોલ દર્શાવ્યો હતો. આ દરમિયાન દર્શાવાયેલા નકશામાં PoKને ભારતના ભાગ તરીકે બતાવવામાં આવ્યુ હતું.જોકે હજી એ સ્પષ્ટ થયું નથી કે, ચીનની સરકારે સમજી વિચારીને આ નકશો દર્શાવવાની મંજુરી આપી હતી કે ભૂલથી આ નકશો બતાવાઈ ગયો હતો. કારણકે ચીનની સરકારના ધ્યાન બહાર ચીનની સરકારી ટીવી ચેનલ માટે આવો નકશો દર્શાવવો શક્ય નથી.
બીજી તરફ G-20 સમિટમાં વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ફરી મુલાકાત થવાની શકયતા છે. આ મુલાકાત જો થઈ તો વર્ષમાં બંને દેશના વડાઓની આ ચોથી મુલાકાત હશે.
ચીને PoKમાં ઈન્ફ્રાસ્ટ્ર્કચર પ્રોજેક્ટસમાં ભારે ઈન્વેસ્ટમેન્ટ કરેલુ છે. બીજી તરફ PoKમાંથી પસાર થનારા ચીન પાકિસ્તન ઈકોનોમિક કોરિડોર પર ભારત વાંધો ઉઠાવી ચુક્યુ છે.