મોદી આર્જેન્ટિના જશે, ત્યાં ટ્રમ્પ અને એબે સાથે ત્રિપક્ષીય બેઠકમાં ભાગ લેશે

વોશિંગ્ટન – વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે આર્જેન્ટિનાનાં પ્રવાસે જશે જ્યાં બ્યુનોસ આયર્સ શહેરમાં G-20 શિખર સંમેલનમાં તેઓ હાજરી આપશે. સંમેલન દરમિયાન મોદી, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનીઝ વડા પ્રધાન શિન્ઝો એબે સાથે ત્રિપક્ષીય બેઠકમાં ભાગ લેશે.

G-20 સંમેલન દરમિયાન ટ્રમ્પ અને એબેની દ્વિપક્ષીય બેઠક નિર્ધારિત કરાઈ હતી, પણ હવે એનો વિસ્તાર કરીને એમાં પીએમ મોદીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

વ્હાઈટ હાઉસ તરફથી ઈસ્યૂ કરવામાં આવેલા એક નિવેદનમાં આમ જણાવવામાં આવ્યું છે.

આર્જેન્ટિનાના વાર્ષિક શિખર સંમેલનમાં વિશ્વના સૌથી સમૃદ્ધ એવા 20 દેશોના વડાઓ ભાગ લેવાનાં છે.

સંમેલન દરમિયાન પ્રમુખ ટ્રમ્પ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગને ડિનર પર મળવાના છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]