બીજિંગઃ ચીને મંગળવારે વસતિ ગણતરીના સરકારી આંકડા જારી કર્યા છે, જેનાથી માલૂમ પડે છે કે ચીનની વસતિ સૌથી ધીમા દરે વધી છે. ચીનની વસતિ છેલ્લાં 10 વર્ષમાં 5.38 ટકા વધીને 1.41 અબજે પહોંચી છે, એમ ચીનના નેશનલ સ્ટેટિસ્ટિક્સ બ્યુરોએ જણાવ્યું છે. વર્ષ 2010ની છઠ્ઠી રાષ્ટ્રીય વસતિ ગણતરીની અનુસાર 1.39 અબજ લોકોની તુલનાએ 7.205 કરોડનો વધારો થયો છે, આમ ચીનની વસતિમાં 5.38 ટકાનો વધારો થયો હતો. સાતમી રાષ્ટ્રવ્યાપી વસતિ ગણતરી અનુસાર છેલ્લા એક દાયકામાં સરેરાશ 0.53 ટકાનો વાર્ષિક વધારો થયો છે. ચીનમાં ભૌગોલિક કટોકટીને અટકાવવા માટે અને ‘એક-બાળકની નીતિ’ને સરળ બનાવ્યા છતાં ચીનમાં વર્ષ 2017થી જન્મદરમાં ઘટાડો થઈ રહ્યો છે.
ચીનની વસતિ ગણતરી, એની વસતિનું કદ અને વૈવિધ્યતામાં પરિવર્તન ભવિષ્યની સરકારની નીતિઓને મહત્ત્વપૂર્ણ બનાવે છે, એમ સાઉથ મોર્નિંગ પોસ્ટ (SCMP)એ અહેવાલમાં જણાવ્યું હતું. જોકે ચીનનો વસતિવધારો દાયકાથી ધીમો પડ્યો છે, કેમ કે વધતી આવક અને એક બાળકની નીતિને કારણ વિશ્વના સૌથી મોટા વસતિવધારાના દેશમાં જન્મદર ધીમો પડ્યો છે.
ચીનમાં 89.4 કરોડ લોકોની ઉંમર 15થી 59 વર્ષની વચ્ચે છે, જે 6.79 ટકા ઓછી વસતિ છે.