અમેરિકા પર હુમલાની તાલીમ પૂર્ણ કરી રહ્યું છે ચીન?

વોશિંગ્ટન- પેન્ટાગન તરફથી જારી કરવામાં આવેલા નવા સ્પેસ રિપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ચીન લાંબા અંતરની મારક ક્ષમતા ધરાવતું ફાઈટર બોમ્બર વિકસાવી રહ્યું છે અને કદાચ ચીન અમેરિકા અને તેના સહયોગી દેશ ઉપર હુમલની તાલીમ પણ પૂર્ણ કરી રહ્યું છે.પેન્ટાગનના રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ડિફેન્સ સેક્ટરમાં મોટું રોકાણ કરીને ચીન વૈશ્વિક સ્તરે પોતાનો પ્રભાવ વધારવા પ્રયાસ કરી રહ્યું છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ગત વર્ષ ચીને ડિફેન્ટ સેક્ટરમાં 190 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. ઉપરાંત ગત ત્રણ વર્ષ દરમિયાન ચીનની આર્મીએ તેના બોમ્બર એરક્રાફ્ટમાં ઝડપથી વૃદ્ધિ કરી છે. સમુદ્રી ક્ષેત્રમાં પણ ચીન તેનો અનુભવ વધારી રહ્યું છે અને અમેરિકા અને તેના સહયોગી દેશો વિરુદ્ધ હુમલાની તાલીમ મેળવી રહ્યું છે.

પેન્ટાગનના રિપોર્ટ મુજબ પરમાણુ સક્ષમ બોમ્બર્સની તહેનતીથી ચીનને વધારે મજબૂતી મળશે. જે જમીન, સમુદ્ર અને હવામાં ફેલાયેલું હશે. વધુમાં પેન્ટાગને જણાવ્યું કે, પ્રેસિડેન્ટ શી જિનપિંગના નેતૃત્વમાં ચીને પહેલાથી જ જીબુટીમાં તેનું સૈન્ય મથક બનાવ્યું છે. હવે ચીન તેના મિત્ર દેશ પકિસ્તાનમાં પણ સૈન્ય મથક બનાવવા પ્રયસ કરી રહ્યું છે.