ચીને કટ્ટરવાદથી પ્રભાવિત મુસ્લિમોને 30 દિવસમાં સરેન્ડર કરવા આપ્યો આદેશ

પેઈચિંગઃ ચીને પોતાના શિનજિયાંગ પ્રાંતમાં જાતિવાદને પહોંચી વળવા માટે કડક વલણ અપનાવ્યું છે. ચીને એવા લોકોને સરન્ડર કરવાને આદેશ આપ્યો છે કે જે લોકો જાતિવાદ, અલગાવવાદ, અને આતંકવાદમાં લિપ્ત છે. ચીનના પશ્ચિમ વિસ્તારના એક શહેરમાં ચીની ઓથોરિટીઝે બહારના આતંકી સમૂહોના સંપર્કમાં આવેલા લોકોને 30 દિવસની અંદર સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે. શિનજિયાંગના હામી શહેરની ગવર્મેન્ટે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ આદેશ આપ્યો છે.

ચીન દ્વારા જાહેર કરવામાં આવેલી એક નોટિસમાં કડક શબ્દોમાં કહેવાયું છે કે જે લોકો 30 દિવસની અંદર ન્યાયિક સંસ્થાઓ સમક્ષ સરેન્ડર કરી દેશ તેમની સાથે નરમાશ પૂર્વકનું વર્તન કરવામાં આવશે અને ઓછી સજા કરીને છોડી દેવામાં આવી શકે છે. આપને જણાવી દઈએ કે સરકારને ગત કેટલાક મહિનામાં એક્ટિવિસ્ટ્સ, અકેડમિક્સ અને વિદોશી સરકારો દ્વારા મોટી સંખ્યામાં મુસ્લિમ ઉઈગુર સમુદાયના લોકોની ધરપકડ પર વિરોધનો સામનો કરવો પડ્યો છે.

ધરપકડ કરવામાં આવનારા લોકોમાંથી મોટાભાગના સૂબે શિનજિયાંગમાં જ રહે છે. ચીન આ વિરોધોને બાયપાસિંગ કરતા કહેતું આવ્યું છે કે અમે અપ્લસંખ્યકોના ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે પ્રતિબદ્ધ છીએ પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખતા જાતિવાદી સમૂહો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હામી શહેરના પ્રશાસને પોતાની નોટિસમાં જણાવ્યું છે કે એવા તમામ લોકોને સરેન્ડર કરવાનો આદેશ આપવામાં આવે છે કે જેઓ આતંકવાદ સાથે જોડાયેલા અપરાધોમાં સમાવિષ્ટ રહ્યા છે અથવા તો જાતિવાદ, અલગાવવાદ, અને આતંકવાદથી પ્રભાવિત રહ્યા છે. આવા લોકોને આદેશ છે કે 30 દિવસની અંદર સરેન્ડર કરી દે, પોતાના ગુનાઓને સ્વીકારીલે, અને તેના તથ્ય ઉપ્લબ્ધ કરાવે.