અમેરિકાએ પ્રવાસ-નિયમો હળવા કર્યા; ભારત હજી બાકાત

વોશિંગ્ટનઃ અમેરિકાની સરકારે કેનેડા, મેક્સિકો અને આ વર્ષે ઓલિમ્પિક રમતોત્સવ યોજનાર જાપાન સહિત 120 જેટલા દેશોમાં પ્રવાસ કરવા અંગે પોતાના નાગરિકો માટે લાગુ કરાયેલા કોરોના-નિયમોને હળવા કર્યા છે, પરંતુ આ યાદીમાં તેણે હજી ભારતનો ઉમેરો કર્યો નથી. અમેરિકાના વિદેશ ખાતાના એક સિનિયર અધિકારીએ કહ્યું કે પરિસ્થિતિનો અભ્યાસ કરતા રહીને અમે અમારા દેશના વિમાનપ્રવાસીઓ માટેની અમારી સલાહ-ચેતવણી સતત અપડેટ કરતા રહીએ છીએ. કોરોનાના નવા પ્રકારથી જ્યાં સૌથી પહેલા ચેપ ફેલાયો હતો તે સાઉથ આફ્રિકા દેશને પણ અમેરિકાએ યાદીમાં સામેલ કર્યો છે.

અમેરિકાના નાગરિકોએ માત્ર એવા જ દેશોના પ્રવાસે જવું જ્યાં કોરોના-પ્રતિરોધક રસીનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું હોય એવી સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી) તરફથી સૂચના મળ્યા બાદ વિદેશ ખાતાએ તેની ટ્રાવેલ-ગાઈડલાઈન્સમાં સમીક્ષા કરી છે. જે દેશોમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે ત્યાં પ્રવાસે જવામાં ઓછું જોખમ છે એવું સીડીસી દ્વારા જણાવવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]