યૂકેના વડાપ્રધાનપદેથી બોરીસ જોન્સનનું રાજીનામું

લંડનઃ અનેક સાથી પ્રધાનો તથા પોતાની જ કન્ઝર્વેટિવ (ટોરી) પાર્ટીના અનેક સંસદસભ્યોએ બળવો કરતાં બોરીસ જોન્સનને બ્રિટનના વડા પ્રધાન પદેથી રાજીનામું આપવાની આજે ફરજ પડી છે.

બીબીસીના ક્રિસ મેસનના અહેવાલ મુજબ, જોન્સને કહ્યું છે ટોરી પાર્ટી એમની જગ્યાએ કોઈ અન્ય નેતાને વડા પ્રધાન પદે નિયુક્ત કરી શકે છે. ત્યાં સુધી પોતે આ પદ પર ચાલુ રહેવા ઈચ્છે છે. 58 વર્ષીય જોન્સને 2019માં બહુમતી સાથે વડા પ્રધાન પદ હાંસલ કર્યું હતું. પરંતુ છેલ્લા અમુક દિવસોમાં એમના 40થી વધારે પ્રધાનોએ રાજીનામું આપી દીધું હતું અને જોન્સન પણ વડા પ્રધાન પદેથી રાજીનામું આપી દે એવી માગણી કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]