પાકિસ્તનની જાફર એક્સપ્રેસ ટ્રેન હાઈજેક થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ટ્રેન બલૂચ લિબરેશન આર્મી એટલે કે BLA દ્વારા હાઈજેક કરી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. BLA સંગઠનને 11 માર્ચે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમને કહ્યું કે ટ્રેનના પાટા ઉથલાવી ટ્રેન પર કબ્જો મેળવ્યો છે અને 6 પાકિસ્તાની સૈનિકોને માર્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર BLAએ જે ટ્રેનમાં 500 લોકો સવાર હતા તે ટ્રેનને હાઈજેક કરી છે. જ્યારે હાલ તેમણે 120 મુસારફરોને બંધક બનાવી રાખ્યા છે. ટ્રેનમાં સવાર 6 સૈનિકોને મારી નાખ્યા છે. સંગઠને ચેતવણી આપી છે કે જો પાકિસ્તાની સેનાએ કોઈ લશ્કરી કાર્યવાહી કરી, તો બધા બંધકોની હત્યા કરવામાં આવશે.સંગઠનના જણાવ્યું કે, “આ ઓપરેશન મશ્કાફ, ધાદર અને બોલાન વિસ્તારમાં યોજના બનાવીને અમલમાં મૂકવામાં આવ્યું છે. રેલવે ટ્રેક ઉડાવી દેવામાં આવ્યા છે, જેના કારણે ટ્રેન રોકાઈ ગઈ. હવે અમારી કબ્જામાં છે, અને જો કોઈ લશ્કરી કાર્યવાહી થશે, તો તમામ બંધકો માટે પાકિસ્તાની સેના જવાબદાર રહેશે.”
આ પહેલાં, 16 ફેબ્રુઆરી 2023ના રોજ પણ જાફર એક્સપ્રેસ પર વિસ્ફોટ થયો હતો, જેમાં 2 લોકોના મોત થયા હતા. તે હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ લીધી હતી. આ ઘટનાને લઈને પાકિસ્તાની સેનાની શું પ્રતિક્રિયા રહેશે અને શું બંધકોને સુરક્ષિત છુટકારો અપાવવામાં આવશે તે અંગે સમગ્ર દુનિયાની નજર ટકાઈ છે.
