યુક્રેનમાં રાષ્ટ્રપતિ ભવનની પાસે હુમલોઃ કિવની ઘેરાવબંધી

કિવઃ રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધનો આજે 10મો દિવસ છે. યુક્રેનમાં રાષ્ટ્રપતિ ભવનની પાસે હુમલાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના નિવાસસ્થાને (રાષ્ટ્રપતિ ભવન)ની પાસે મિસાઇલ મારવામાં આવી હતી. ત્યાં આસપાસ એન્ટિ મિસાઇલ સિસ્ટમ સક્રિય હતી. જેથી એ નષ્ટ થઈ હતી. કિવમાં પણ કેટલાક ધડાકાના અહેવાલ હતા અને રશિયન આર્મીએ કિવની ઘેરાવબંધી કરી હતી, જ્યારે સુમીમાં લડાઈ તેજ થઈ ગઈ છે. મારિયોપોલને પણ ચોતરફથી ઘેરવામાં આવ્યું છે. ત્રીજા તબક્કાની વાતચીત રવિવાર સુધી સંભવ છે. આ પહેલાં 28 ફેબ્રુઆરી અને ત્રીજી માર્ચે બીજા તબક્કાની વાટાઘાટ નિષ્ફળ રહી હતી. જોકે રશિયાએ યુક્રેનમાં સીઝફાયરનું એલાન કર્યું છે.  

રશિયાએ આ સપ્તાહે 500થી વધુ મિસાઇલ મારવામાં આવી હતી, કેમ કે રશિયા યુક્રેન પર કબજો મેળવવા આગળ વધી ચૂક્યું છે. રશિયા એક દિવસમાં બે ડઝનના હિસાબે દરેક પ્રકારની મિસાઇલ લોન્ચ કરી રહ્યું છે, એમ પેન્ટાગોનના અધિકારીના હવાલેથી યુક્રેનના ન્યૂઝપેપરે જણાવ્યું હતું.

રશિયા પર પલટવાર કરતતાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કર્યું હતું કે કોઈ ક્યાંય ભાગ્યું નથી. તેમણે યુક્રેન છોડ્યું નથી. તેમણે કહ્યું હતું કે યુક્રેન જો ખતમ થયું તો યુરોપ ખતમ થઈ જશે. તેમણે યુરોપને ચૂપ નહીં રહેવાની અપીલ કરી હતી. આ પહેલાં ખાર્કિવમાં કેટલાય ધડાકાઓના અવાજ સંભળાયા હતા. સ્થાનિકોને શેલ્ટર્સમાં શરણ લેવાની સલાહ આપવામાં આવી હતી.

બીજી બાજુ, રશિયા અને યુક્રેન વચ્ચે ટૈન્શન ઓર વધવાની આશંકા છે. નાટોએ સૈનિકોને એલર્ટ કરતાં તેમની તહેનાતી કરી હતી. રશિયાએ મારિયોપોલને ચારે બાજુથી ઘેરી લીધું હતું. સંકટગ્રસ્ત યુક્રેને જર્મની પાસે મદદ માગી હતી. રશિયા સામે યુદ્ધની વચ્ચે યુક્રેને ટેન્ક, હેલિકોપ્ટર, સબમરીન અને અસોલ્ટ રાઇફલની માગ કરી હતી.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]