ઇન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટી ભારતીયો માટે આશીર્વાદ સમાન

લોસ એન્જલસઃ વિદેશમાં જઈને પોતાની પસંદગીની કોલેજમાં ભણવું અને ત્યાં જ રહીને અગર ફી અને રહેવાની ચિંતા નીકળી જાય તો?  જોકે માનવા માટે થોડી વાર લાગે એવી વાત છે, પરંતુ આ વાતને વિદેશમાં રહીને પણ પોતાના દેશ માટે કંઈક કરી બતાવવાની ભાવના રાખનારા ગુજરાતી NRIને કારણે આ શક્ય બન્યું છે અને લોસ એન્જલસની સૌથી મોટી કોલેજ સેરિટોસ કોલેજમાં ફાલ્કન નેસ્ટ ફ્રી પેન્ટ્રી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે.

 સેરિટોસ કોલેજ કેટલી અગત્યની છે ભારતીય વિદ્યાર્થીઓ માટે?

સેરિટોસ કોલેજ સૌથી મોટી કોલેજ છે અને તેમાં હજારો વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આ કોલેજમા્ં વિવિધ પ્રકારની અનેક સ્ટ્રીમ છે. 1955થી કાર્યરત આ કોલેજમાં ફાલ્કન નેસ્ટ કાર્યક્રમ અમલી બનવાને કારણે અધવચ્ચેથી જે વિદ્યાર્થીઓ એપ્લાય કરશે તેમને પણ રહેવા-જમવાની સુવિધા વિનામૂલ્યે કરી આપવામાં આવશે. હાલમાં 3000ની આસપાસના વિવિધ પ્રાંતથી આવેલા વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ રહ્યા છે. કોરોનાના કપરા સમયમાં પણ મદદે રહ્યું છે ઇન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા.

વિદેશમાં વસતા મોટા ભારતીય સમૂહનું પ્રતિનિધિત્વ કરતી આ સંસ્થા ભારતીયો માટે એક આશીર્વાદ સમાન છે અને તેનું સંચાલન બિઝમેસમેન , હોટેલિયર અને રાજકીય રીતે લોસ એન્જલસ અને ભારત બંનેમાં સ્થાન ધરાવતા અગ્રણી યોગી પટેલ કરી રહ્યા છે.

સેરિટોસ કોલેજ સાથે સંકળાયેલા યોગી પટેલ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે કોલેજમાં 24,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરી રહ્યા છે.સંસ્થામાં 60 લોકો મુખ્ય છે અને ટ્રસ્ટી તરીકે જેમ્સ બર્કી, પ્રમુખ ડો. શિન લિયુ વી.પી. ડો. સાન્દ્રા સાલાઝાર ઝ્યુરિચ લેવિસ મેરિસા પારેઝ કાર્મેન એવલોસ મોટે ભાગે હિસ્પેનિક છે. 24,000 વિદ્યાર્થીઓ અને 40 એકર જમીનમાં સેરિટોસ વસ્યું છે . તેઓ ભારતીય વિદ્યાર્થીઓને સ્પોન્સર કરી રહ્યા છે. ડો. જોસ ફિએરો પ્રમુખ-સુપરિન્ટેન્ડેન્ટ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેરોલ ક્રમ્બાચની અધ્યક્ષતામાં 70 ટકા વિદ્યાર્થીઓને આ ફ્રી ફૂડ પેન્ટ્રી પ્રોગ્રામનો લાભ મળે તેનું ધ્યાન રાખવામાં આવે છે.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની આ સિસ્ટર કન્સર્ન સેરિટોસ કોલેજમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓને લાભ મળે એ માટે યોગી પટેલ અને બેન્કર પરિમલ શાહ કાર્યરત રહે છે.

કોરોના રોગચાળામાં સેરિટોસ કોલેજમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 33,000 કરતાં વધારે લોકોને જમવાનાની મદદ કરવામાં આવી હતી. ઇન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટીના પ્રમુખ યોગી પટેલની અધ્યક્ષતામાં કોરોનાના આ કપરા ત્રણ વર્ષમાં જાતિ કે જ્ઞાતિના ભેદભાવ વગર માત્ર ભારતીય તરીકેની સમાજ ભાવના સાથે 39,000 પરિવાર અને 45,000 જેટલા વિદ્યાર્થીઓને ભોજન સહિતની મદદ પૂરી પાડવામાં આવી હતી.