ચીન સાથે વ્યાપાર વાર્તા ખૂબ સારી ચાલી રહી છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ચીન સાથે વ્યાપારના મુદ્દાઓ પર વાતચીત સારી ચાલી રહી છે. ટ્રમ્પે ચીનથી આયાત થતી વસ્તુઓ પર ઉંચો કર લગાવવાની નવી કાર્યવાહીની પોતાની યોજનાને સ્થગિત કરી એકબીજા સાથે વ્યાપાર સંબંધિત મામલાને વાતચીતથી ઉકેલવા માટે સમય આપ્યો છે. આ માટે તેમણે 1 માર્ચ સુધીનો સમય આપ્યો છે.

બંન્ને દેશોના અધિકારીઓને બે દિવસની બેઠક બેજિંગમાં રવિવારે શરુ થઈ છે. ટ્રમ્પે આ સંદર્ભમાં વ્હાઈટ હાઉસમાં સંવાદદાતાઓને કહ્યું છે કે તેમની સરકારે વાતચીત માટે લોકોની એક મોટી ટીમ ચીન મોકલી છે અને આ લોકો સમજદાર લોકો છે. તેઓ ત્યાં અત્યારે ચીન સાથે સોદા પર વાતચીત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ચીન સાથે વ્યાપાર સમજુતી પર વાતચીત ખૂબ સારી ચાલી રહી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ચીન સાથે વ્યાપાર સમજૂતી ખૂબ સારી ચાલી રહી છે. તેમણે કહ્યું કે ચીન હવે અમેરિકાને ખૂબ વધારે સન્માન આપે છે. તેમણે કહ્યું કે પહેલાની તુલનામાં આ ખૂબ મોટો ફરક છે.

અમેરિકાએ પોતાના વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈટહાઈઝર અને નાણા પ્રધાન સ્ટીફન મ્યૂચિનને ચીન સાથે વાતચીત માટે બેજિંગ મોકલ્યા છે. ચીનના વાર્તા દળનું નેતૃત્વ ત્યાંના મુખ્ય આર્થિક વિશેષજ્ઞ લિયૂ હે કરી રહ્યા છે. ટ્રમ્પે આ પહેલા સંકેત આપ્યો હતો કે સહમતી બનતી દેખાશે તો તેઓ સમજૂતી મે એક માર્ચની જે તારીખ આપવામાં આવી છે તેને વધારી પણ શકે છે.

ટ્રમ્પ સરકારે ચીન વિરુદ્ધ નવા પ્રશુલ્ક લગાવવાનો વિચાર ડિસેમ્બરમાં અચાનક સ્થગિત કરી દીધો હતો અને મામલાને વાતચીત દ્વારા સોલ્વ કરવા માટે 1 માર્ચ 2019 સુધીનો સમય આપ્યો હતો. પહેલા તેઓ ચીનથી આયાત થનારી 200 અબજ ડોલરની વસ્તુઓ પર શુલ્ક વધારવા ઈચ્છતા હતા. બંન્ને દેશોએ એકબીજા વિરુદ્ધ કુલ મીલાવીને 360 અબજ ડોલરના વિભિન્ન પ્રકારના માલ પર પહેલા જ શુલ્ક વધારી રાખ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]