સેન ફ્રાન્સિસ્કોઃ એમેઝોન.કોમ કંપનીએ તેના 18,000થી વધારે કર્મચારીઓને છૂટા કરવાનું નક્કી કર્યું છે. અગાઉ નક્કી કરાયેલા આંકડા કરતાં આ નવો આંકડો ઘણો ઊંચો છે. ટેક્નોલોજી ક્ષેત્રમાં ઘેરી મંદી ફરી વળવાનાં સંકેતો મળતાં એમેઝોને આ નિર્ણય લીધો છે. ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર એન્ડી જેસ્સીએ કર્મચારીઓને મોકલેલા એક મેમોમાં કંપનીના નિર્ણયની જાહેરાત કરી છે. એમણે કહ્યું છે કે કંપની તેના વાર્ષિક આયોજનની પ્રક્રિયાનું માત્ર અનુસરણ જ કરી રહી છે. એમેઝોને ભૂતકાળમાં અર્થવ્યવસ્થા સામે આવી પડેલી અનિશ્ચિતતા અને મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને આપણે તેમ કરવાનું ચાલુ જ રાખીશું. આ ફેરફારો આપણને આપણી લાંબા-ગાળા માટે નક્કી કરેલી તકોને ખર્ચના વધારે મજબૂત માળખા સાથે હાંસલ કરવામાં મદદરૂપ થશે.
નોકરીઓમાં કાપ મૂકવાની શરૂઆત ગયા વર્ષથી કરવામાં આવી હતી. ત્યારે એવી જાહેરાત કરાઈ હતી કે કંપની આશરે 10,000 કર્મચારીઓને છૂટાં કરશે.