ન્યુ યોર્કઃ અમેરિકામાં ક્રિસમસ પહેલાં સારી આરોગ્યની સુવિધાઓ અને પગારવધારાની માગને લઈને એમેઝોનના કેટલાક કર્મચારીઓએ વોકઆઉટ કર્યો હતો. આ કર્મચારીઓએ તેમની માગોની એક યાદી કંપનીના મેનેજમેન્ટને સોંપી હતી. જોકે કંપનીએ આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા નહોતી મળી.
શિકાગો ક્ષેત્રના સિસેરોમાં ડીએલએન2 સુવિધાના એક કાર્યકર્તાએ કહ્યું હતું કે અમને પગારવધારા અને અહીં કામ કરવા માટે પર્યાપ્ત કર્મચારીઓ હોવા છતાં અમને બહુ કામ આપવામાં આવી રહ્યું છે.કર્મચારીઓએ કહ્યું હતું કે અમને બોનસ નથી મળ્યું, જેનું કંપનીએ વચન આપ્યું હતું. અમને કાયમી કર્મચારીમાંથી હંગામી કર્મચારી બનાવવામાં આવ્યા છે. તેઓ આ જગ્યાએ બિનસલામતી હોવા છતાં કામ કરી રહ્યા છે. આ સાથે કર્મચારીઓ સવારે 1.20 કલાકથી 11.50 કલાક સુધી પ્રતિ કલાક પાંચ ડોલરમાં વધારાની માગ કરી રહ્યા છે. હાલ કર્મચારીઓનું પ્રારંભિક પગાર પ્રતિ કલાક 15.80 ડોલર છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે કર્મચારીઓના વિરોધનું સન્માન કરીએ છીએ. એ તેમનો કાનૂની અધિકાર છે.
કંપનીના કર્મચારીઓએ ઈ-કોમર્સ પ્રમુખ પર શ્રમ આયોજનને રદ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.
ગયા વર્ષે એમેઝોનિયન યુનાઇટેડના સહ-સંસ્થાપક જોનાથન બેલીએ યુએસ નેશનલ લેબર રિલેનશન્સ બોર્ડ (NLRB)માં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં કહેવામાં આવ્યા હતા. કે કંપનીના આયોજન માટે તેમની સામે જવાબી કાર્યવાહી કરવા શ્રમ કાનૂનોનું ઉલ્લંઘન કર્યું હતું.
ઈ-કોમર્સ દિગ્ગજ કંપની એમેઝોનના ઇલિયોઇસ રાજ્યમાં ગોદામ તૂટી પડવાથી અમેરિકી સરકારની તપાસનો સામનો કરી રહી છે, જેમાં છ લોકો માર્યા ગયા હતા.