કેમ ચીનનું ડિજીટલ મીડિયા થયું બ્લેક એન્ડ વ્હાઈટ?

નવી દિલ્હીઃ ચીનના સમાચાર પત્રોની તમામ ડિજિટલ એડિશન આજે બ્લેક એન્ડ વ્હાઈટ દેખાઈ રહી છે. અચાનક આ એડિશન્સ બ્લેક એન્ડ વ્હાઈટ દેખાય છે તેનું કારણ ઘણા લોકો સમજી શક્યા નથી, પરંતુ હકીકતમાં ચીનમાં આજે એ લોકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી છે કે જેમણે કોરોના વાયરસની ઝપેટમાં આવીને પોતાના જીવ ગુમાવ્યા છે. આના કારણે ચીનમાં આજે સરકારી બિલ્ડિંગ પર ફરકાતા ઝંડા નીચે કરી દેવામાં આવ્યા હતા અને રોડ પર ખૂબ ઓછા લોકો જોવા મળ્યા હતા. આટલું જ નહી પરંતુ વાયરસની ઝપેટમાં આવીને જીવ ગુમાવનારા લોકો માટે અહીંયા શોક પણ રાખવામાં આવ્યો હતો. આ જ કારણ હતું કે આજે ચીનમાં તમામ સમચાર પત્રો અને તેમની ડિજિટલ એડિશન પણ બ્લેક એન્ડ વ્હાઈટ જોવા મળી. આજે તેમને માત્ર બ્લેક એન્ડ વ્હાઈટમાં જ છાપવામાં આવ્યા. કોરોના વાયરસની ઝપેટમાં આવીને જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલી આપવાની આ એક અલગ રીત હતી. ઉલ્લેખનીય છે કે, ચીન પોતાના ત્યાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ઓછી કરવા અને આનાથી મૃત્યુના આંકડાને ઓછો કરવામાં સફળ રહ્યું છે અને તે બીજીવાર પોતાની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની તૈયારી પણ કરી ચૂક્યું છે. ગત દિવસોમાં જ તેણે કેટલાક સેટેલાઈટ્સને અંતરિક્ષમાં સફળતાપૂર્વક પ્રક્ષેપિત કર્યા છે. તો અમેરિકા હજીસુધી અર્થવ્યવસ્થા ખરાબ થવાના ડરથી લોકડાઉનની જાહેરાત કરી શક્યું નથી.

ઉલ્લેખનીય છે કે, ચીનના વુહાનમાં જ સૌથી પહેલા ડિસેમ્બરમાં કોરોના વાયરસના દર્દી સામે આવ્યા હતા. બાદમાં અહીંયા સતત દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો. પરંતુ મોટી વાત એ છે કે ચીને હવે આ મહામારી પર કાબુ મેળવી લીધો છે. ચીનમાં હવે નવા દર્દીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. ચીનમાં કોરોના વાયરસથી 81,639 દર્દીઓ સંક્રમિત છે. અહીંયા 3326 લોકોના મોત કોરોનાના કારણે થયા છે. આ સિવાય આશરે 76755 દર્દીઓ સાજા થયા છે. અહીંયા હવે માત્ર 331 દર્દીઓ જ એવા છે કે જેમની હાલત ગંભીર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]