આવતી કાલે વીજ બંધ કરવાથી ગ્રિડને જોખમ નહીં : કેન્દ્ર

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે પાંચ એપ્રિલે રાત્રે નવ કલાકે નવ મિનિટ સુધી સ્વેચેછાએ લાઇટ બંધ રાખવાની અપીલ કરી છે. કેટલાક અહેવાલોમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે એનાથી વોલ્ટેજમાં ઉતાર-ચઢાવને કારણે ગ્રિડ પ્રભાવિત થવાની શક્યતા છે, જેનાથી વીજ ઉપકરણોને નુકસાન પણ થવાની શક્યતા છે. હવે વીજ મંત્રાલયે નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે કે આ બધી આશંકાઓ ખોટી છે.

બીજી બાજુ જાહેર ક્ષેત્રની પાવર ગ્રિડ કોર્પોરેશને વડા પ્રધાનની વીજ બંધ કરવાની અપીલને જોતાં ગ્રિડની સ્થિરતા માટે પહેલેથી જ સક્રિય છે. કંપનીએ કોઈ પણ પ્રકારની સમસ્યા નહી આવવાનો વિશ્વાસ આપ્યો છે. વીજપ્રધાન આરકે સિંહે પાવર ગ્રિડ કોર્પોરેશન અને અન્ય સંબંધિત પક્ષોની સાથે આ મુદ્દે વાટાઘાટ કરી હતી.

આ પહેલાં વડા પ્રધાને દેશને વિડિયો સંદેશ આપતાં કહ્યું હતું કે પાંચ એપ્રિલ્ રાત્રે નવ કલાકે સ્વેચ્છાએ નવ મિનિટ સુધી વીજળી (ઘરની લાઇટ) બંધ કરીને આનાથી ગ્રિડની સ્થિરતા પ્રભાવિત થઈ શકે છે. વીજ મંત્રાલયનાં સૂત્રોએ કહ્યું હતું કે આ રાષ્ટ્રીય સંકટ સમયે વીજની સમસ્યાને લીધે ગ્રિડ પર જબાણ પડશે,પણ એની સ્થિરતા પર કોઈ પ્રભાવ નહીં પડે. જોકે આના માટે વીજ વિભાગ પહેલેથી સક્રિય થઈ ગયો છે. વીજ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા જોઈએ તો બીજી એપ્રિલે વીજ માગ ઘટીને 25 ટકા ગટીને 1,25,810 મેગાવોટ રહી ગઈ છે. પાછલા વર્ષે બીજી એપ્રિલે વીજ માગ 1,68,320 મેગાવોટ હતી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]