નવી દિલ્હીઃ ઓસ્કાર સેરેમનીમાં વિલ સ્મિથના અમેરિકન કોમેડિયન અને સેરેમની હોસ્ટ ક્રિસ રોકને તમાચો મારવાનો વિવાદ શરૂ થયો છે. આ વિવાદ પછી ઓસ્કાર મામલાની સત્તાવાર તપાસ શરૂ કરી દીધી છે. સ્મિથનાં કાર્યોની નિંદા કરતાં વાર્ષિક ફિલ્મ એવોર્ડ્સની પાછળના ઓર્ગેનાઇઝેશનને મામલે એક નિવેદન જારી કર્યું હતું.
એકેડેમીએ ગઈ કાલે રાત્રે સ્મિથે કરેલાં કાર્યોની નિંદા કરી હતી. અમે સત્તાવાર રીતે એ મામલાની તપાસ શરૂ કરી છે. જે કાયદા અનુસાર એક્ટરની વર્તણૂક અને કેલિફોર્નિયાના કાયદા અનુસાર આગળની કાર્યવાહી અને પગલાં લેવામાં આવશે. આ મામલા સંદર્ભે બુધવારે રાત્રે એકેડમીની ટીમ બેઠક કરે એવી શક્યતા છે.
કોમેડિયન રોકે 94મા ઓસ્કાર એવોર્ડ સમારંભમાં સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથે શિરે કરાવેલા મુંડનની મજાક ઉડાડી હતી. જે પછી સ્મિથને ગુસ્સો આવતાં તેણે રોકને સ્ટેજ પર તમાચો ચોડી દીધો હતો. સ્મિથ રોકને તમાચો મારતાં કહ્યું હતું કે મારી પત્નીનું નામ તારા મોઢે શોભતું નથી, જે પછી વિવાદ ઊભો થઈ ગયો હતો. એ સાથે ઓસ્કારના બેસ્ટ એક્ટરની કેટેગરીમાં વિલ સ્મિથને એવોર્ડ એનાયત થયો હતો. એ પછી સ્મિથે સાથી નામી વ્યક્તિઓથી માફી પણ માગી હતી. સ્મિથે ક્રિસની સીધી નહોતી માગી, પણ એકેડેમીથી માફી માગી હતી. તેણે કહ્યું હતું કે હું એકેડેમીથી માફી માગવા ઇચ્છું છું અને હું મારા ફેલો નોમિનીઝથી પણ માફી માગું છું. સ્મિથે ઇન્સ્ટાગ્રામ પર ક્રિસથી એક પોસ્ટ લખીને માફી માગી હતી.