ફ્લાઇટમાં સિનિયર સિટિઝનને પેનિક એટેક આવ્યો

નવી દિલ્હીઃ નેવાર્કથી મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બુધવારે એક સિનિયર સિટિઝનને પેનિક એટેક આવ્યો હતો. તે ક્રૂ સભ્યને કહેવા લાગ્યો હતો કે દરવાજા ખોલો, મારે બહાર જવું છે. પેસેન્જર સાત કલાક સુધી બૂમો પાડતો રહ્યો હતો.

એ સભ્ય તે ગાળો બોલી રહ્યો હતો અને ત્રણ વાર પાસે બેઠેલી પત્નીનું ગળું દબાવવાના પ્રયાસ કર્યા હતા. ક્રૂ સભ્યોએ તેમને શાંત કર્યા હતા. લેન્ડિંગ પછી તેમને કંપનીને તેમને સંભાળનાર ક્રૂ સર્ભોને સન્માનિત કરવાની વાત કરી હતી. મિસ્ટર પ્રવીણ ટોનસેકર પત્ની સાથે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-144ના બિઝનેસ ક્લાસમાં નેવાર્કથી મુંબઈ જઈ રહ્યા હતા. ફ્લાઇટે નેવાર્કથી સ્થાનિક સમય મુજબ બપોરના 12.20 કલાકે ઉડાન ભરી હતી. ક્રૂ સભ્યોએ જણાવ્યું હતું કે ઉડાન ભર્યા પછી પ્રારંભના ત્રણ કલાક તો એ શાંતિથી બેસી રહ્યો હતો.

ત્યાર બાદ તેમની કોઈ વાત એક ક્રૂ સભ્ય સાથે ચણભણ થઈ ગઈ હતી. ત્યાર બાદ તેને પેનિક એટેક આવ્યો હતો. ત્યાર બાદ તે સતત સાત કલાક બૂમો પાડતો રહ્યો હતો. તે ક્રૂ સભ્યોને ગાળો બોલીને દરવાજો ખોલીને બહાર જવા માટે કહી રહ્યો હતો. એ દરમ્યાન ક્રૂ સભ્યોને સતત શાંત રહેવાની અપીલ કરી રહ્યા હતા.

ફ્લાઇટમાં હાજર એક પેસેન્જરે જણાવ્યું હતું કે એ સિનિયર સિટિઝને પહેલાં પણ એર ઇન્ડિયામાં પ્રવાસ કર્યો હશે. ત્યારે એક એર હોસ્ટેસે તેમને પૂછી રહી હતી કે તમે ગઈ વખતે અમારી સાથે પ્વાસ કર્યો હતો, ત્યારે તો તમે ઠીક હતી. આ વખતે શું થયું? આ સાત કલાકમાં ટોનસેકરે ત્રણ વાર પત્નીનું ગળું દબાવવાના પ્રયાસ કર્યા હતા.