અમેરિકામાં એક શખસને રૂ. બે કરોડની લોટરી લાગી

વોશિંગ્ટનઃ અમેરિકાના નોર્થ કેરોલિનામાં રહેતા એક શખસને રૂ. બે કરોડની લોટરી લાગી છે. આ લોટરીનું ઇનામ તેણે આખી જિંદગીમાં માત્ર બે વાર લોટરીની ટિકિટ ખરીદી છે અને બીજી ટિકિટ પર જ તેણે આટલી મોટી રકમ જીતી છે. આ હરખના સમાચારથી તમામ લોકોને બિલી પ્રુએટ ભાગ્યશાળી લાગી રહ્યો છે. આટલી મોટી રકમ જીત્યા પછી બિલીએ કહ્યું હતું કે તેને તો વિશ્વાસ જ નથી થતો કે તેણે આટલી મોટી રકમ જીતી લીધી છે.  

56 વર્ષીય બિલી નોર્થ કેરોલિનાના શેલ્બીમાં રહે છે. બિલીને નોર્થ કેરોલિનાના લોટરીના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેણે શેલ્બીના વોશબર્ન સ્વિચ રોડ સ્થિત હેરીઝ ક્વિઝ શોપથી મેગા બક્સ લિમિટેડ એડિશનની સ્ક્રેચ –ઓફ ટિકિટ ખરીદી હતી. તેણે જિંદગીમાં ખરીદેલી બીજી ટિકિટ હતી. તેને 2,50,000 ડોલરનું ઇનામ લાગ્યું હતું. ભારતીય રૂપિયામાં એ રકમ આશરે રૂ. બે કરોડ થવા જાય છે.

આ લોટરી લાગતાં બિલ ઘણો ખુશ છે. તે કહે છે કે મને સાનંદાશ્ચર્ય થઈ રહ્યું છે. હું રાતઆખી સૂઈ નથી શક્યો. આ પૈસાથી હું ઉધાર લીધેલું દેવું ચૂકવી દઈશે. બાકીનાં નાણાંમાંથી થોડાંક નાણાંની બચત કરીશ અને મિત્રો અને સંબંધીઓને પાર્ટી આપીશ. હવે મારી પાસે એટલા પૈસા છે કે હું તેમાંતી ગર્લફ્રેન્ડને એક સારી ગિફ્ટ આપીશ, એમ તેણે કહ્યું હતું.