ઈરાકમાં ટિગરિસ નદીમાં બોટ ડુબી, 94 લોકોના મોત, 55 લોકોને બચાવી લેવાયા

મોસુલઃ ઈરાકના મોસુલ શહેર નજીક ટિગરિસ નદીમાં એક બોટ ડૂબી ગઈ છે. આ દુર્ઘટનામાં આશરે 94 લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગે બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. આ બોટમાં ક્ષમતાથી વધારે લોકો સવાર હતા અને તેઓ કુર્દ નવવર્ષ મનાવી રહ્યા હતા.

અધિકારીક રીતે આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે. ઈરાકના વડાપ્રધાન અદેલ અબ્દેલ મહદીએ ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને દુર્ઘટના માટે જવાબદાર લોકોની શોધ કરવા અને ઘટના મામલે તાત્કાલીક તપાસ કરાવવાના આદેશ આપ્યા છે.

ઉત્તરી નાઈનવેહ પ્રાંતમાં નાગરિક સુરક્ષાના પ્રમુખ કર્નલ હુસામ ખલીલે કહ્યું કે ઘટના તે સમયે થઈ કે જ્યારે મોટી સંખ્યામાં લોકો નવરોજ મનાવવા માટે બહાર નીકળ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા સૈફ અલ અદ્રએ જણાવ્યું કે અત્યારે ડુબી ગયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે કુલ 94 લોકોના આ દુર્ઘટનામાં મોત થયા છે અને અન્ય 55 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મંત્રાલયના પ્રવક્તા સાદ માને જણાવ્યું કે મૃતકોમાં 19 જેટલા બાળકોનો પણ સમાવેશ થાય છે.

ઈરાકમાં જેહાદી હુમલાઓ અને યુદ્ધમાં હજારો લોકોએ અત્યારસુધીમાં જીવ ગુમાવ્યા છે પરંતુ અહીંયા આ પ્રકારની દુર્ઘટનાઓ ઓછી થાય છે. ત્યારે ઈરાકના ન્યાય મંત્રાલયે જણાવ્યું કે અમે બોટ કંપની અને નવ અધિકારીઓની ધરપકડના આદેશ આપ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]