તેહરાનઃ ઈરાનમાં તૂર્કી સાથે સરહદ બનાવતા વિસ્તારોમાં શનિવાર રાતે (ભારતમાં રવિવારે વહેલી સવારે) 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવતાં ઓછામાં ઓછા સાત જણ માર્યા ગયા છે અને બીજાં 440થી વધારે લોકોને ઈજા થઈ છે.
આ ભૂકંપ ઈરાનના અઝરબૈજાન પ્રાંતના ખોય શહેરમાં આવ્યો હતો. એને કારણે અનેક મકાનો જમીનદોસ્ત થયાના અહેવાલ છે. મરણાંક વધવાની સંભાવના છે.
