મેક્સિકોમાં ટ્રક અકસ્માતમાં 53 જણનાં મોત, 54 ઘાયલ

મેક્સિકોઃ મેક્સિકોમાં ગુરુવારે એક માલવાહક ટ્રકે ભીડવાળા રસ્તા પર અનેક લોકોને કચડ્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 53 લોકોનાં મોત થયાં છે અને 54થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત ઘાયલ થયેલાઓમાં ત્રણ જણની હાલત ગંભીર છે. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તનોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરાવવામાં આવ્યા છે. આ દુર્ઘટના ચિયાપાસ રાજ્યની રાજધાની જતા રસ્તા પર બની હતી.

પ્રાપ્ત માહિતી મુજબ માલવાહક ટ્રક જેવો પુલ પર ચઢ્યો કે તરત ચાલકે સ્ટિયરિંગ પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું. જેથી રસ્તાની બાજુમાં ચાલતા લોકોને કચડતા ટ્રક ડિવાઇડર પર અથડાઈ હતી. મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.

ચિયાપાસ રાજ્ય નાગરિક સુરક્ષા ઓફિસના પ્રમુખ લુઇસ મેનુઅલ મોરેનોએ જણાવ્યું હતું કે મૃતકો અને ઘાયલોમાં મોટા ભાગના મધ્ય અમેરિકાના અપ્રવાસી (માઇગ્રન્ટ) છે. જોકે તેમની રાષ્ટ્રીયતાની હજી પુષ્ટિ નથી થઈ. તેમણે જણાવ્યું હતું કે બચેલા લોકોમાંથી કેટલાકે કહ્યું હતું કે તેઓ પડોશી દેશ ગ્વાટેમાલાના છે.

આ ટ્રકમાં કમસે કમ 107 લોકો સવાર હતા. જેથી એ માણસોના ભારે વજનને કારણે પલટી ગયો હતો.અને જેવું વાહન એના ઉપરથી પડ્યું, એ સ્ટીલ અને પગપાળા પુલથી અથડાયો હતો.