T20 વર્લ્ડ કપ : T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચમાં ભારતને ઇંગ્લેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતને 10 વિકેટે હરાવીને ઈંગ્લેન્ડે ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે જ્યાં તેનો મુકાબલો રવિવારે પાકિસ્તાન સામે થવાનો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 168 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડે 16 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના મેચ જીતી લીધી હતી.
T20 WC SF2. England Won by 10 Wicket(s) https://t.co/5t1NQ20L0B #INDvENG #T20WorldCup
— BCCI (@BCCI) November 10, 2022
હાર્દિક પંડ્યાએ 33 બોલમાં 63 રનની ધમાકેદાર ઇનિંગ રમી
પ્રથમ બેટિંગ કરતા ભારતની શરૂઆત સારી રહી ન હતી અને તેણે બીજી ઓવરમાં જ કેએલ રાહુલની વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન રોહિત શર્માએ 27 રન બનાવ્યા પરંતુ આ માટે તેણે 28 બોલનો સામનો પણ કર્યો. સૂર્યકુમાર યાદવ પણ માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો અને 12મી ઓવર સુધીમાં ભારતે 75 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલીએ 40 બોલમાં 50 રનની ધીમી ઇનિંગ રમી હતી. બીજા છેડેથી હાર્દિક પંડ્યાએ 33 બોલમાં 63 રનની ધમાકેદાર ઇનિંગ રમીને ભારતને 168 રનના મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને 3 વિકેટ લીધી હતી.
#TeamIndia put up a fight but it was England who won the match.
We had a solid run till the semifinal & enjoyed a solid support from the fans.
Scorecard ▶️ https://t.co/5t1NQ2iUeJ #T20WorldCup | #INDvENG pic.twitter.com/5qPAiu8LcL
— BCCI (@BCCI) November 10, 2022
બટલર અને હેલ્સની શાનદાર બેટિંગ
સ્કોરનો પીછો કરતા ઈંગ્લેન્ડે પહેલી જ ઓવરથી જ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા અને તેણે ભારતીય બોલરો પર સતત હુમલો કર્યો હતો. પાવરપ્લેમાં જ ઇંગ્લિશ ટીમે 63 રન બનાવ્યા હતા અને તેમનું આક્રમણ ચાલુ રહ્યું હતું. શરૂઆતમાં હેલ્સે આક્રમક બેટિંગ કરી હતી. ધીમે-ધીમે બટલર પણ તેના રંગમાં આવી ગયો અને તેણે પણ આક્રમક શોટ બનાવવાનું શરૂ કર્યું. બટલરે 49 બોલમાં 80 રનની અણનમ ઇનિંગ રમી હતી જ્યારે હેલ્સે પણ 47 બોલમાં 86 રનની અણનમ ઇનિંગ રમી હતી.