ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સફેદ બોલની મેચ રમાશે. આ શ્રેણી માટે ઇંગ્લેન્ડની ટીમ ભારતનો પ્રવાસ કરશે. શ્રેણીમાં 5 ટી20 અને 3 વનડે મેચ રમાશે. પહેલા 5 મેચની T20 શ્રેણી હશે. આ પછી, 3 મેચની ODI શ્રેણી રમાશે. નોંધનીય છે કે, ભારતે 40 વર્ષથી ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે કોઈ ODI શ્રેણી હાર્યું નથી. હવે આ વખતે શું થશે એ જોવુ રહ્યુ.
ભારતીય ધરતી પર વનડેમાં ઇંગ્લેન્ડનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. છેલ્લા 40 વર્ષમાં ઇંગ્લેન્ડે ભારતમાં ભારત સામે એક પણ ODI શ્રેણી જીતી નથી. આ સમયગાળા દરમિયાન, બંને વચ્ચે ભારતમાં રમાયેલી બે ODI શ્રેણી ડ્રો રહી છે, પરંતુ ઇંગલેન્ડની ટીમ જીત નોંધાવી શકી નથી. આવી સ્થિતિમાં, આ વખતે ટીમ ઈન્ડિયા પર 40 વર્ષનો રેકોર્ડ જાળવી રાખવાની મોટી જવાબદારી રહેશે. ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડે 1984-85માં ભારતીય ધરતી પર ભારત સામે છેલ્લી ODI શ્રેણી જીતી હતી.
ભારત-ઇંગ્લેન્ડ ODI હેડ ટુ હેડ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 107 વનડે મેચ રમાઈ છે. આ મેચોમાં ભારતનો હાથ ઉપર હોય તેવું લાગે છે. ટીમ ઈન્ડિયાએ 58 મેચ જીતી છે, જ્યારે ઈંગ્લેન્ડે 44 મેચ જીતી છે. જ્યારે 3 મેચ અનિર્ણિત રહી અને 2 મેચ ટાઇમાં સમાપ્ત થઈ.
ભારત-ઇંગ્લેન્ડ 2025 વ્હાઇટ બોલ સિરીઝ શેડ્યૂલ (T20 અને ODI)
- ભારત vs ઇંગ્લેન્ડ પહેલી ટી20 – ઇડન ગાર્ડન્સ, કોલકાતા – 22 જાન્યુઆરી
- ભારત vs ઇંગ્લેન્ડ બીજી ટી20I – એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેન્નાઈ) – 25 જાન્યુઆરી
- ભારત vs ઇંગ્લેન્ડ ત્રીજો ટી20I – સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (રાજકોટ) – 28 જાન્યુઆરી
- ભારત vs ઇંગ્લેન્ડ ચોથી ટી20આઈ – મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (પુણે) – 31 જાન્યુઆરી
- ભારત vs ઇંગ્લેન્ડ પાંચમી ટી20આઈ – વાનખેડે સ્ટેડિયમ (મુંબઈ) – 02 ફેબ્રુઆરી
- ભારત vs ઇંગ્લેન્ડ પહેલી વનડે – વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (નાગપુર)- ૦૬ ફેબ્રુઆરી
- ભારત vs ઇંગ્લેન્ડ બીજી વનડે – બારાબાતી સ્ટેડિયમ (કટક) – ૦૯ ફેબ્રુઆરી
- ભારત vs ઇંગ્લેન્ડ ત્રીજો વનડે – નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (અમદાવાદ)- ૧૨ ફેબ્રુઆરી.