IND W vs SA W : ભારતે દક્ષિણ આફ્રિકાને 143 રનથી હરાવ્યું

ભારતીય ક્રિકેટ ટીમે એકતરફી રમત બતાવી પ્રથમ ODI મેચમાં દક્ષિણ આફ્રિકાને 143 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો સંપૂર્ણ દબદબો રહ્યો હતો. પહેલા સ્મૃતિ મંધાનાએ શાનદાર સદી ફટકારી હતી. ત્યારબાદ લેગ સ્પિનર ​​આશા શોભનાએ પોતાની પ્રથમ મેચ રમીને અજાયબીઓ કરી અને દક્ષિણ આફ્રિકાને ઘૂંટણિયે પડવા મજબૂર કરી.

મંધાનાએ 127 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 117 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય અંતમાં દીપ્તિ શર્માએ 48 બોલમાં 37 રન બનાવ્યા હતા. પૂજા વસ્ત્રાકરે 42 બોલમાં 31 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાની ટીમ 122 રનમાં સમેટાઈ ગઈ હતી. આ ટીમ માટે સુને લુસે સૌથી વધુ 33 રન બનાવ્યા. શોભનાએ ચાર વિકેટ લીધી હતી.