IND vs WI: વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. બંને ટીમો પ્રથમ ટેસ્ટ માટે ડોમિનિકામાં આમને-સામને રમાઈ રહી છે. ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ત્રિનિદાદમાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ખેલાડીઓ પહેલા બોલિંગ માટે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયાએ યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યા છે.

 

હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત-વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રનો ભાગ હશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રની વધુ સારી શરૂઆત કરવા ઈચ્છશે.

કેરેબિયન ટીમને બ્રાયન લારાનો ફાયદો મળશે?

વેસ્ટ ઈન્ડિઝની ટીમની વાત કરીએ તો તેઓ પોતાની ધરતી પર રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમને ટક્કર આપવા માંગે છે. જો કે, બંને ટીમોના આંકડા દર્શાવે છે કે વેસ્ટ ઈન્ડિઝની ટીમનું પ્રદર્શન ટીમ ઈન્ડિયાની સામે છેલ્લી ઘણી શ્રેણીઓથી ફિક્કું પડી રહ્યું છે. આ શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમે ભૂતપૂર્વ અનુભવી બ્રાયન લારાને પરફોર્મન્સ કોચ તરીકે પોતાની સાથે જોડ્યા છે. જોકે, એ જોવાનું રસપ્રદ રહેશે કે કેરેબિયન ટીમને બ્રાયન લારાના ઉમેરાનો ફાયદો મળે છે કે નહીં? જણાવી દઈએ કે આ સીરીઝની બીજી ટેસ્ટ માટે બંને ટીમો ત્રિનિદાદમાં આમને-સામને થશે.

ભારત પ્લેઈંગ ઈલેવન

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ


વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ ઈલેવન

વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ ઈલેવન: ક્રેગ બ્રાથવેઈટ (કેપ્ટન), ટેગેનર ચંદ્રપોલ, રેમન રેફર, જર્માઈન બ્લેકવુડ, એલીક એથાનાઝ, જોશુઆ દા સિલ્વા (વિકેટકિપર), જેસન હોલ્ડર, રહકીમ કોર્નવોલ, અલ્ઝારી જોસેફ, કેમાર રોચ, જોમેલ વોરિકન