અમને છેડનારાઓને અમે છોડતા નથી: રણવીર સિંહ

ઓપરેશન સિંદૂરથી ગભરાયેલા પાકિસ્તાને ગુરુવારે રાત્રે ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય દળોએ સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો. ગઈકાલે રાત્રે પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ, ફિરોઝપુર, કપૂરથલા, જલંધર અને જેસલમેરમાં લશ્કરી ઠેકાણાઓ અને ઓર્ડનન્સ સેન્ટરો પર ફાઇટર પ્લેન, ડ્રોન, રોકેટ અને મિસાઇલોનો ઉપયોગ કરીને હુમલો કર્યો.જેના પર ઘણા બૉલિવૂડ સેલેબ્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેણા તણાવ વચ્ચે ઘણા બોલિવૂડ સેલેબ્સ આખી રાત સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપતા રહ્યા. કેટલાકે કહ્યું કે તેઓ આખી રાત ઊંઘ્યા નહીં, જ્યારે કેટલાકે ભારતીય સેનાને સલામ કરી અને દેશની રક્ષા કરવા બદલ આભાર માન્યો. કંગના રનૌત, અનિલ કપૂર અને રણવીર સિંહ સહિત ઘણા સેલેબ્સની પ્રતિક્રિયા આપી છે.

કંગના રનૌતે ભારતીય સેનાની બહાદુરી બતાવી


બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે તેના એક્સ એકાઉન્ટ પર એક ટ્વીટ કર્યું, જેમાં તેણે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને યોગ્ય જવાબ આપતા એક ક્લિપ શેર કરી અને લખ્યું કે હાલનો મૂડ.

માનુષી છિલ્લર કહે છે કે તેને ગર્વ છે
અભિનેત્રી માનુષી છિલ્લરએ કહ્યું કે તે ભારતીય સેનાના પરિવારમાંથી આવે છે. ભારતના લોકોની રક્ષા માટે સેનાએ આપેલા બલિદાન પર તેમને ગર્વ છે.

અનિલ કપૂરે ભારતીય સેનાની બહાદુરીને સલામ કરી
બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરે ભારતીય સેનાની પ્રશંસા કરી છે અને દેશવાસીઓની બહાદુરીથી રક્ષા કરવા બદલ તેને સલામ કરી છે.

રશ્મિકાએ કહ્યું- પાકિસ્તાનને પ્રશ્નો પૂછો
રશ્મિકાએ એક સ્ટોરી શેર કરી જેમાં લખ્યું હતું- ‘કોઈપણ દેશને આતંકવાદ સામે પોતાનું રક્ષણ કરવાનો અધિકાર છે. આને યુદ્ધ તરીકે ન જોવું જોઈએ. જે દેશ જવાબ આપી રહ્યો છે તેને પ્રશ્ન ન કરો, જે સરહદ પાર આતંક ફેલાવે છે તેને પ્રશ્ન કરો.’

રણવીર સિંહે કહ્યું- અમને છેડનારાઓને અમે છોડતા નથી


બોલિવૂડ અભિનેતા રણવીર સિંહે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઓપરેશન સિંદૂરની તસવીર શેર કરી અને લખ્યું, ‘અમે રસ્તા પર લોકોને છેડતા નથી, પરંતુ જો કોઈ અમને છેડે છે,તો અમે તેને છોડતા નથી.’