સેનાને મળી મોટી સફળતા, લશ્કરનો આતંકી ઉઝૈર ખાન ઠાર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ઉઝૈર ખાનને ઠાર કર્યો છે. કાશ્મીરના એડીજીપી વિજય કુમારે કહ્યું કે અનંતનાગમાં આતંકવાદી ઉઝૈર માર્યો ગયો છે. મૃતદેહની શોધ કરવામાં આવી રહી છે, જે આતંકવાદીનો હોઈ શકે છે. સર્ચ ઓપરેશન ચાલુ જ રહેશે કારણ કે અહીં શેલ મળી આવ્યા છે. આ ઓપરેશનમાં ચાર જવાનો પણ શહીદ થયા છે.