અમદાવાદમાં મેઘરાજાની દે દનાદન, ઠેર ઠેર ભરાયા પાણી

અમદાવાદમાં ધોધમાર વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદના કારણે શહેરના 7 અંડરબ્રિજ બંધ કરાયા છે. અમદાવાદમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબક્યો છે.


સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ સાંજના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગે ગઈકાલે અમદાવાદ માટે ખાસ એલર્ટ આપ્યું હતું. હવામાન વિભાગે આપેલ આગાહી પ્રમાણે અમદાવાદમાં ધોધમાર વરસાદ થતાં અનેક નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.


ભારે વરસાદને પગલે શહેરના પાંચ અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. અખબારનગર, ઉસ્માનપુર મિઠાખળી વિસ્તારમાં અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે વ્યાપક પ્રમાણમાં કામગીરી હાથ ધરી છે. શહેરના અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. અમદાવાદ શહેરના થલતેજ, વસ્ત્રાપુર, એસજી હાઈવે, ગોતા, એલિસબ્રિજ, જમાલપુર, મણિનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મધ્યગુજરાતમાં ભારે વરસાદની આગાહી બાદ અમદાવાદમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદથી શહેરનાં રસ્તા


ઓ પર ટ્રાફિક જામ પણ સર્જાયો છે. તેમજ ભારે વરસાદને લઇને 7 અંડરબ્રિજ બંધ કરાયા છે.
વાસણા બેરેજના 12 દરવાજા ખોલાયા
વાસણા બેરેજના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે તેમજ સાબરમતી નદીમાંથી 33 હજાર 660 ક્યુસેક પાણી છોડાયું છે. ભારે વરસાદથી અમદાવાદ જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. સાંજના સમય અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે.