IITGN એ ઈન્ટરનેશનલ ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ 2023 જીત્યો

ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગરે ગ્રીન મેન્ટર્સ, યુએસએ દ્વારા ટકાઉ પ્રેક્ટિસ માટે તેના સર્વગ્રાહી અભિગમ માટે ઇન્ટરનેશનલ ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ 2023 જીત્યો છે. ગ્રીન મેન્ટર્સએ યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ (ECOSOC) સાથે વિશેષ સલાહકાર દરજ્જો ધરાવતી બિન-સરકારી સંસ્થા છે. IITGNને આ એવોર્ડ આ અઠવાડિયે ન્યુ યોર્ક સિટીમાં યોજાઈ રહેલી 78મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રની સાઈડલાઇન્સ પર કોર્નેલ યુનિવર્સિટી, યુએસએ ખાતે 15 સપ્ટેમ્બર, 2023ના રોજ યોજાયેલી 7મી NYC ગ્રીન સ્કૂલ કોન્ફરન્સમાં અર્પણ કરવામાં આવ્યો હતો. જે IITGNના રજીસ્ટ્રાર પી. કે. ચોપરાએ સ્વીકાર્યો હતો.

ઇન્ટરનેશનલ ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ વિશ્વભરની એવી યુનિવર્સિટીઓને માન્યતા આપે છે કે જેમણે સમુદાય અને વિદ્યાર્થીઓના જોડાણ માટે તેમના મૂળ મૂલ્યો, કામગીરી અને શૈક્ષણિક કાર્યક્રમોમાં ટકાઉપણું સંકલિત કર્યું છે અને ઊર્જા-કાર્યક્ષમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ, કચરો ઘટાડવા અને રિસાયક્લિંગ, ટકાઉ પરિવહન પહેલ કાર્યક્રમો જેવી ટકાઉ પ્રથાઓ લાગુ કરી છે. કરુણાપૂર્ણ અને માનવીય વૈશ્વિક શિક્ષણ ઘડવા અને આબોહવા પરિવર્તન માટે આબોહવા-સભાન અભિગમને પ્રોત્સાહન આપવા સંબંધિત વિષયોની વિશાળ શ્રેણીની ચર્ચા કરવા માટે કોન્ફરન્સે વિશ્વભરના ચિંતક નેતાઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, નીતિ નિર્માતાઓ, ઇનોવેટર્સ, રાજદ્વારીઓ, વહીવટકર્તાઓ, ઉકેલ પ્રદાતાઓ, બુકકીપર્સ, આરોગ્ય સંભાળ નિષ્ણાતો અને વિશ્વભરના આબોહવા નેતાઓને એકસાથે લાવ્યા.

આ એવોર્ડ પર્યાવરણીય ટકાઉપણાને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે સભાન મૂલ્યો કેળવવામાં IITGNના નોંધપાત્ર પ્રયાસો અને ઉત્કૃષ્ટ સિદ્ધિઓને માન્યતા આપે છે. સંસ્થા પર્યાવરણીય જાગરૂકતા અને સંરક્ષણ પહેલની શ્રેણી સાથે ટકાઉ શિક્ષણ વાતાવરણને પ્રોત્સાહન આપે છે. જેમાં પ્લોગીંગ ડ્રાઈવ, વિવિધ હિતધારકો માટે તાલીમ સત્રો, નિષ્ક્રિય શેડિંગ અને ઓરિએન્ટેશન ડિઝાઇન, કુદરતી પ્રકાશનો વ્યાપક ઉપયોગ, ઇકો-ફ્રેન્ડલી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, વરસાદી પાણી સંગ્રહ સિસ્ટમનો, બાયોગેસ અને કમ્પોસ્ટિંગ સિસ્ટમ, સોલાર પેનલ ઇન્સ્ટોલેશન, તમામ વોશ બેસિન અને નળમાં પાણી બચાવવાના એરેટર્સનો ઉપયોગ, કચરાનું કાર્યક્ષમ વ્યવસ્થાપન અને સત્તાવાર સંદેશાવ્યવહાર માટે કાગળોનો ઉપયોગ ઘટાડવા ઇ-ઓફિસ સિસ્ટમનો અમલ વગેરેનો સમાવેશ થાય છે.