ગણપતિ બાપ્પા મોરિયા : વિઘ્નહર્તાને વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહ

ગણેશોત્સવની શરૂઆતનો પ્રથમ દિવસ ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી.. વહેલી સવારથી જ શહેરના માર્ગો પર નાની મોટી મૂર્તિઓને ઘર કે પંડાલ તરફ લઈ જતાં વિઘ્નહર્તાના શ્રધ્ધાળુઓ જોવા મળ્યા.

છેલ્લા ઘણાં વર્ષોથી અમદાવાદીઓ પણ ઘર, મહોલ્લા અને સોસાયટીમાં પણ ગણેશોત્સવ મનાવવાનો ટ્રેન્ડ જોવા મળે છે. જેના કારણે મૂર્તિઓ બનાવનાર,  વેચનાર, શણગાર અને પૂજાની સામગ્રીનું વેચાણ વધ્યું છે.

ગણેશોત્સવના નાના આયોજનથી માંડી વિશાળ પંડાલોમાં મૂર્તિઓ, પૂજા સામગ્રી, ઢોલ નગારા વાજિંત્રોથી માંડી કલાકારોના પરફોર્મન્સ રજૂ કરવા સુધી હજારો લોકો જોડાય છે.

ગણેશ ચતુર્થીના આગળના દિવસથી જ મૂર્તિઓનું ધૂમ વેચાણ થયું હતું. ગણેશ ચતુર્થીના દિવસે પણ વહેલી સવારથી જ નાની મોટી મૂર્તિઓને લાલ કપડાંથી ઢાંકી ગુલાલ ઉડાડી, ઢોલ નગારા, ડીજે સાથે લઈ જતાં જોવા મળ્યા હતા.

ગણેશ ચતુર્થીમાં આખો દિવસ ગજાનન ગણપતિની આગમન સ્થાપના અને પૂજાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

પ્રજ્ઞેશ વ્યાસ