હોસ્પિટલો બાદ IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દિલ્હીમાં એક પછી એક બોમ્બની ધમકી મળી રહી છે. થોડા દિવસો પહેલા દિલ્હીની ઘણી મોટી સ્કૂલોમાં બોમ્બની ધમકીના ઈમેલ મળ્યા હતા. ત્યારે હવે આજે દિલ્હીની બે હોસ્પિટલો પછી હવે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બની ધમકી મળી છે.

દિલ્હીની બે અલગ-અલગ હોસ્પિટલોને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા છે. આ ઈમેલમાં હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. દિલ્હી ફાયર સર્વિસ અનુસાર, તેમને બે હોસ્પિટલોમાંથી કોલ આવ્યા છે. પ્રથમ બુરારી સરકારી હોસ્પિટલથી અને બીજી મંગોલપુરીની સંજય ગાંધી હોસ્પિટલમાંથી. દિલ્હી ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે ઈમેલ મળ્યા બાદ હોસ્પિટલ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ બોમ્બ સ્કવોડ અને ફાયર વિભાગની સાથે પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી ગઈ છે. જે હોસ્પિટલોને બોમ્બની ધમકીનો ઈમેલ મોકલવામાં આવ્યો છે તેમાં બુરારીની સરકારી હોસ્પિટલ અને મંગોલપુરીની સંજય ગાંધી હોસ્પિટલનો સમાવેશ થાય છે.